- ફેક ન્યુઝ પર લાગશે બ્રેક
- નહી ફેલાવી શકો તમે ખોટી માહિતી
- ફેસબુક લાવી રહ્યું છે નવુ ટુલ
બેંગ્લોર: આજકાલ જો આપણે જોવા જઈએ તો ઈન્ટરનેટ પર હજારો પ્રકારની માહિતી જોવા મળે છે. ઈન્ટરનેટના આવવાથી ફાયદા તો થયા છે કે કોઈ પણ વિષયની માહિતી તમને આસાનીથી મળી જાય છે. પણ તે માહિતી સાચી છે કે ખોટી, તેના વિશે હંમેશા શંકા રહે છે.
ઈન્ટરનેટ પણ આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ જાણ્યા જોયા વગર કોઈ પણ પ્રકારનું લખીને પોસ્ટ કે શેર કરી શકે છે, અને જોખમ વાળી વાત તો એ છે કે જાણ્યા જોયા વગર તેનું પાલન પણ કરે છે અને તેના કારણે અનેક પ્રકારના નુક્સાન થતા હોય છે. હવે આ પ્રકારની ખોટી માહિતી પર લાગશે લગામ, કારણ કે ગૂગલ ‘FAKE NEWS’ને રોકવા નવુ ટૂલ રીલીઝ કરશે.
Internet પર ખોટા સમાચાર વાળી પોસ્ટ પર તો Twitter મેનીપુલેટેડ મીડિયાનું લેબલ લગાવી દે છે. આ રીતે Facebook પણ ફેક ન્યૂઝ પર લેબલ લગાવી દે છે. Googleના નવા Toolથી સર્ચમાં યુઝર્સને ફેક ન્યૂઝ વિશે જણાવવામાં આવશે. Google I/O 2021માં કંપની દ્વારા આ ફીચર વિશે જણાવવામાં આવ્યું છે. Googleએ આ ફીચરનું નામ About This Result રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ફીચર્સથી જે કોઈ વ્યક્તિ માહિતી જ્યાંથી વાંચે છે, તેના વિશે સટીક જાણકારી પ્રાપ્ત કરી શકશે અને તે માટે વિકીપેડિયાનું પેજ પણ આપવામાં આવશે. કંપની આના માટે થઈને Wikipedia સાથે પણ કામ કરી રહી છે. અહીં આપવામાં આવેલી જાણકારી Up to Date વેરિફાઈડ અને પાક્કા સોર્સની જાણકારી હશે.