અમરેલીઃ ગુજરાતમાં નકલી ચિજ-વસ્તુઓની બોલબોલા હોય તેમ હવે અમરેલીમાં નકલી જંતુનાશક દવા બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. અમરેલી SOGની ટીમના કર્મચારીઓ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અમરેલી-સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલા પડશાલા ગેસ ગોડાઉનની સામે આવેલી વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આથી SOG પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખીને રેઈડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન નકલી જંતુનાશક દવાનો જથ્થો અને સ્ટીકરનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યા હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીમાં SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, અમરેલી-સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલા પડશાલા ગેસ ગોડાઉનની સામે આવેલી વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આથી ખેતીવાડી વિભાગના અધિકારીને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. ફેકટરીમાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવામાં આવતી હતી. ડુપ્લીકેટ જંતુનાશક દવામાં જુદી જુદી કંપનીઓના નામના લોગાના સ્ટીકર પણ લગાડવામાં આવતા હતા. જે તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કર્યો હતો.
આ અંગે અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમરએ જણાવ્યું કે, નકલી PA, નકલી ઘી બનાવવાની ફેક્ટરી, નકલી સ્કુલ, નકલી અધિકારી અને હવે નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી પણ મળી છે. આ બધું નકલીમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે.