1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈડર તાલુકામાં સૂરજમુખીના નકલી બીયારણથી પાક નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી બની
ઈડર તાલુકામાં સૂરજમુખીના નકલી બીયારણથી પાક નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી બની

ઈડર તાલુકામાં સૂરજમુખીના નકલી બીયારણથી પાક નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી બની

0
Social Share

ઈડરઃ રાજ્યમાં વાવણીની સિઝન નજીક હોવાથી ખેડુતો વાવણી માટેની આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. સાથે તાલુકાના ઘણા ખેડુતો બિયારણ ખરીદતી વખતે લોભ લાલચમાં આવી જતાં હોય છે. અને કેટલીક લેભાગુ કંપનીઓ દ્વારા ખેડુતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવતું હોય છે. અને ત્યારબાદ પાક નિષ્ફળ જતાં ખેડુતોને ખર્ચેલા રૂપિયા માથે પડે છે. અંતે રડવાનો વારો આવે છે.  નકલી યાને ડુપ્લીકેટ બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી પીડા ભોગવી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. સૂરજમુખીના વાવેતર કરી વિશેષ પ્રયત્નો દ્વારા કંઈક મેળવવાની લાયમાં સમગ્ર સિઝન ફેલ થઈ છે. તેમજ ખેડૂતોને કરોડોનું નુકસાન સર્જાતા હવે ઊભા પાક પર ટ્રેકટર ફેરવવા ખેડુતો મજબૂર બન્યા છે.

સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપર લહેરાતા સૂરજમુખીના પાક પર ડુપ્લીકેટ બિયારણના પગલે હવે ખેડૂતો ઉભા પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે. કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવવામાં આવી રહ્યો છે. જોકે સૂરજમુખીની ખેતી માટે 90 દિવસનો સમય ગાળો હોય છે તેમજ એકર દીઠ ખેડૂતોને 50 મણથી લઇ 60 મણ સુધીની ઉપજ મળતી હોય છે, જેના પગલે આ વખતે ઇડર તાલુકાના પૃથ્વીપુરા સહિતના ચારથી પાંચ ગામડાઓમાં સવા ચારસો એકરથી વધારે જમીન ઉપર સૂરજમુખીનો પાક વાવવામાં આવ્યો હતો. તેમજ રાજકોટની એક કંપનીનું બિયારણ મેળવીને  વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતના તબક્કામાં સન ફ્લાવરની ખેતી અંતર્ગત ઉઘાડ શક્તિ જોતા ખેડૂતો હરખાયા હતા. જોકે નકલી તેમજ ડુપ્લીકેટ સહિત ભેળસેળયુક્ત બીજની સંપૂર્ણ પાકવાના 45 દિવસ બાદ થતી હોવાના પગલે શરૂઆતની આ ખુશી ખેડૂત જગત માટે ટૂંક સમયમાં જ અલિપ્ત બની ગઈ, 45 દિવસ બાદ ફ્લાવરિંગના સમયે જ મોટા ભાગે સૂરજમુખીના પ્રત્યેક છોડ દીઠ એક જ મોટું ફુલ આવતું હોય છે તેમ જ એક જ છોડ દીઠ 500 ગ્રામથી વધારેનું ઉત્પાદન મળતું હોય છે.જો કે બિયારણ ભેળસેળયુક્ત હોવાના પગલે 80 ટકાથી વધારે પાકમાં 10 ફૂલથી 25 ફુલ આવતા મોટા ભાગનો સૂરજમુખીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હાલમાં ખેડૂતો આ મામલે મોટાભાગના ખેતરોમાંથી પોતાના છોડ ઉપાડી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો પાકમાં ટ્રેક્ટર ફેરવી સંતોષ માની રહ્યા છે. જોકે ખેડૂતોનો રોષ હાલ સાતમા આસમાને છે. સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની સાથે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો આંદોલનના માર્ગે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જગતના તાત માટે કોઈપણ ખેતી કરતા મજૂરી અને દવા, બિયારણ, ખાતરનો ખર્ચ સવિશેષ રસ્તો હોય છે. જોકે જેનું બીજ બગડે તેનું વર્ષ બગડે એ કહેવત અનુસાર ડુપ્લીકેટ તેમજ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત બિયારણને પગલે હાલ સવા ચારસો એકરથી વધારેની જમીન ઉપર દેખાઇ રહેલો આ પાક સંપૂર્ણ નિષ્ફળ બન્યો છે. જેના પગલે હવે ખેડૂતોને સંપૂર્ણ પાક જમીનમાં દાટવામાં તેમજ સળગાવી દેવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી.બીજીબાજુ ખેતીવાડી વિભાગને મળેલી ફરિયાદને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે, અને ખેડૂતોએ કરેલી માંગણીને લઈને વિભાગમાં જાણ કરી છે અને તેની ટીમ અગામી દિવસોમાં આવશે અને ટીમ ગામમાં જઈને અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code