Site icon Revoi.in

LAC પર હવે બાજ નજર રાખશે સ્વિચ 1.0 ડ્રોન  – સેનાએ તેની વધુ  ખરીદીના કરાર પર કર્યા હસ્તાક્ષર

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા માટે સતત કાર્.રત જોવા મળે છે, ત્યારે હવે સેના દ્રારા અનેક નવા સનસાધનો થકી દેશની સુરક્ષાને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્રતય્ન કરી રહી છે.આ શ્રેણીમાં ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેની દેખરેખને મજબૂત કરવા માટે સ્વિચ 1.0 માનવરહિત એરિયલ વ્હીકલના અદ્યતન સંસ્કરણની પ્રાપ્તિ માટે આઈડીયાફોર્જ સાથે ફરીથી તેની ખરીદીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

જો કે હજી કેટલી સંખ્યામાં આ ડ્રોનની ખરીદી કરશે તે જણાવામાં આવ્યું નથી. સેના એ જાન્યુઆરી 2021માં મુંબઈ સ્થિત કંપની સાથે આશરે યુએસડી 20 મિલિયનની કિંમતના સ્વિચ 1.0 ડ્રોનની સપ્લાય માટેના કરાર પર હસ્તાક્ષર કર્યો હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે એક નિવેદનમાં, આઈડિયાફોર્જે જણાવ્યું હતું કે તેણે નિર્ધારિત સમયમર્યાદામાં ભારતીય સેનાને નિર્દિષ્ટ સંખ્યામાં સ્વિચ 1.0 ડ્રોન સપ્લાય કરીને જાન્યુઆરી 2021 માટેનો કરાર પૂરો કર્યો છે. કંપનીએ કહ્યું કે ભારતીય સેનાએ તે સમાન યુએવી માટે વધુ ઓર્ડર આપ્યા છે.

જાણો શું છે સ્વિચ ડ્રોન 1.0

સ્વિચ 1.0 UAV એ ફિક્સ્ડ-વિંગ ડ્રોન છે જે વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે ,આ ડ્રોન  અત્યંત ઊંચાઈ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં દિવસ અને રાત્રિ દેખરેખ માટે તૈનાત કરી શકાય છે.આ મજબૂત ટેક્નોલોજીના ઝડપી સમાવેશ સાથે ઉત્તર અને પૂર્વીય સરહદોને મજબૂત બનાવી  શકાશે,તેના ઉપયોગથી સીમાઓ પર બાજ નજર રાખી શકાશે.