Site icon Revoi.in

ગુજરાત પોલીસ પર આપ પાર્ટીએ લગાવ્યો ખોટો આરોપ,પોલીસે કર્યો આરોપને લઈને ખુલાસો

Social Share

રાજકોટ : પંજાબ કેટલીક વસ્તુ કેટલીક હદે મફત અને ફ્રી આપવાની જાહેરાત કરીને જીત મેળવ્યા પછી હવે આપ પાર્ટી ગુજરાત પર નજર કરીને બેઠી છે. ગુજરાતમાં હવે આપ પાર્ટી પોતાનું દમખમ વધારવા માટે રાજ્યની પોલીસને પણ છોડે તેમ નથી ત્યારે ગુજરાત આપ દ્વારા પોલીસ પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો, અને તેનો વળતો અને સાચો જવાબ પણ પોલીસ દ્વારા આપ પાર્ટીને આપવામાં આવ્યો છે.

વાત એવી છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો અને સાથે આરોપ લગાવવામાં આવ્યો અને લખવામાં આવ્યું કે – “ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા આપ પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઈશારે અટકાવવામાં આવી રહ્યાં છે જેથી તેઓ સમયસર સભાસ્થળે પોહચી ના શકે.!”

જો કે સચ્ચાઈને સામે લાવતા પોલીસે પણ કહ્યું કે “સદર માહીતી તદ્દન ખોટી રીતે દર્શાવવામા આવેલ છે. આ બનાવ સુરત નો છે જેમાં VIP સીક્યુરીટી દરમ્યાન convoy માં કેટલાક લોકો ઘુસવા માંગતા હતાં તેમને security ના ભાગ રૂપે police દ્વારા બંદોબસ્ત ના ભાગરૂપે રોકવામા આવેલ હતાં.”

ઉલ્લેખનીય છે કે આપ પાર્ટી દ્વારા વીડિયોની ખરાઈ કર્યા વગર, મોટો નિર્ણય લઈને પોલીસ પર આરોપ લગાવી દેવામાં આવ્યો તો હવે સત્તામાં આવે તો કેટલાક એવા નિર્ણયો લઈ શકે છે જે મોટાભાગની જનતાને કદાચ પસંદ ના પણ આવે.