Site icon Revoi.in

બીએસએફ શહીદોના પરિવારને 4 હજાર વર્ગ ફૂટના મકાન બનાવવા માટે મળશે મફ્ત સિમેન્ટ- કંપની અને ફોર્સ વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર

Social Share

દિલ્હીઃ-  ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ દેશ માટે બલિદાન આપનારા જવાનોના આશ્રિતોને મદદ કરવા માટે દેશની સરકાર અથાગ બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે આ ફોર્સે શ્રી સિમેન્ટ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત, શ્રી સિમેન્ટ દ્વારા બીએસએફ જવાનના શહીદ થયેલા લોકોના પરિવારોને મકાનો બનાવવા માટે મફત સિમેન્ટ આપવામાં આવશે, જેઓ 1.1.1999 થી 1.1.2019 સુધી શહીદ થયા છે તેવા જવાનોના પરિવારને આ લસુવિધા મળવા પાત્ર બનશે.

કોન્ફએડરેશન ઓફ એક્સ પૈરામિલિટ્રી ફઓર્સ વેલફેયર એસોસિએશનના મહાસચિવ રણબીરસિંહે કહ્યું કે બીએસએફની તર્જ પર અન્ય અર્ધલશ્કરી દળોના ડિરેક્ટર જનરલોએ પણ એક સમાન એમઓયુ પર હસ્તાક્ષર કરવા જોઈએ, જેથી શહીદ જવાનોના પરિવારોને આ રીતે મદદ મળી શકે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, જો શહીદોના આશ્રિતો નવું મકાન બનાવશે, તો તેઓને સિમેન્ટ ખરીદવા માટે પૈસા ખર્ચ કરવાની દરુર પજશે નહી, કંપનીએ ચાર હજાર ચોરસ ફૂટ સુધીના મકાનો બનાવવા માટે મફત સિમેન્ટ આપવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બીએસએફના ડીજી રાકેશ અસ્થાનાએ 15 માર્ચ 2021 ના ​​રોજ જારી કરેલા અન્ય આદેશમાં કહ્યું હતું કે જો આ સૈન્યના કોઈ ભૂતપૂર્વ અધિકારી અથવા જવાન અચાનક મૃત્યુ પામે છે, તો તેના અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ સાથે તેમના દ્રારા અંતિમ રક્ષક સલામ આપવા માટે એક અલગ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી. જેનાથી બીએસએફ જવાનોને તેવો એહસાસ રહે છે કે ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ હંમેશા તેમની છે.અને તેઓ પોતાને માટે ગર્વ અનુભવે છે.

સિમેન્ટ ઉત્પાદક કંપની શ્રી સિમેન્ટ દ્વારા શહીદ પરિવારો માટે નવા મકાનો બાંધવા માટે મફત સિમેન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, ઉપરોક્ત કંપની અને ભારતની પ્રથમ સંરક્ષણ લાઇન બીએસએફ વચ્ચે 28 મે 2021 ના ​​રોજ એસઓપી / એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.