- બાબા વેંગાની 2022 ને લઈને ભવિષ્યવાણી
- મૃત્યુ પહેલા કરી હતી ચોંકાવનારી આગાહીઓ
- ભારતમાં ભૂખમરો અને એલિયન્સનો હુમલો
થોડા જ દિવસોમાં 2022 શરૂ થવા જઈ રહ્યું છે અને દુનિયાના લોકો 2022 ને આવકારવા માટે તૈયાર છે. જો કે, નવું વર્ષ આપણા માટે અને વિશ્વ માટે શું લઈને આવવાનું છે તે અંગે આપણે હજી પણ આશંકિત છીએ.તો,હવે Bulgaria ના બાબા વેંગાના નામથી મશહુર દૃષ્ટિહીન વાંગેલિયા પાંડવ ગુસ્ટરોવાએ વર્ષ 2022 વિશે ચોંકાવનારી આગાહી કરી છે.બાબા વેંગાએ મૃત્યુ પહેલા જ દુનિયા વિશે પોતાની ભવિષ્યવાણી કરી હતી.
બાબા વેંગા અનુસાર ભારતમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. આ કારણે પાક પર તીડનો હુમલો થશે, જેના કારણે ભારતમાં દુકાળ પડશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે,2022માં વિશ્વના મોટા શહેરો પીવાના પાણીની અછતથી પ્રભાવિત થશે. નદીઓના પ્રદૂષણને કારણે પાણીની અછત સર્જાશે. તેમની આગાહીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે,2022માં લોકો પહેલા કરતા વધારે સમય સ્ક્રીન પર વિતાવશે એટલે કે લોકો કમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવશે.
‘બાલ્કનના નાસ્ટ્રાદમસ’ તરીકે ઓળખાતા અંધ ભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2022 માટે પોતાની આગાહીઓથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેણે અગાઉ 9/11ના હુમલા અને બ્રેક્ઝિટ સંકટની સાચી આગાહી કરી હતી.12 વર્ષની ઉંમરે, વાંગેલિયા પાંડવ ગુસ્ટરોવા નામના ભવિષ્યવેત્તાએ તેની દૃષ્ટિ ગુમાવી દીધી. તેણે દાવો કર્યો કે તેને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી ભેટ મળી છે. સોવિયેત યુનિયનના વિઘટન, 2001માં 11 સપ્ટેમ્બરના હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને ચેરર્નોબિલ દુર્ઘટના અંગેના તેમના દાવાઓ સાચા સાબિત થયા છે. 1996 માં 85 વર્ષની વયે તેમના મૃત્યુ પહેલા તેમણે 2022 વિશે ચોંકાવનારી આગાહીઓ કરી હતી.