Site icon Revoi.in

મશહૂર એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનની જીતની ખુશી મનાવતા હિન્દુસ્તાની મુસ્લિમોને આપી ફટકાર – વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું

Social Share

મુંબઈઃ તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાન સાથે જે વર્તન કર્યું છે તે વિશ્વભરમાં કોઈથી છૂપાયેલું નથી, ત્યારે હવે બોલિવૂડના મશહૂર અભિનેતા નશીરુદ્દીન શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તેમણે ભારતમાં રહેતા  એટલે કે હિન્દુસ્તાની મુસલ્માનો કે જે તાલિબાનની જીતની ખુશી મનાવી રહ્યા છે તેમને ફટકાર લગાવી છે,આ વીડિયોમાં તેમણે કહ્યું કે તેઓ એક હિન્દુલ્તાની મુસ્લિમ છે અને હિન્દુસ્તાની ઈસ્લામ વિશ્વભરના ઈસ્લામથી અલગ, અલ્લાહ ના કરે કે એવો સમય આવે કે આપણે તેને ઓળખી પણ ન શકીએ઼

https://www.instagram.com/p/CTQqXkwIB8W/

વીડિયો ક્લિપમાં નસીરુદ્દીનને કહેતા સાંભળવા મળે છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની ફરી હુકુમત મએળવી લેવી વિશ્વભર માટે ચિંતાનો વિષય છે તેનાથી પણ વધુ ખતરનાક વાત છે કે  હિન્દુસ્તાની મુસલ્માનોની વહશિયોના પરત ફરવા પર ઉજવણી કરવી. આજે દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તે પોતાના ધર્મમાં સુધારો અને આધુનિકતા ઈચ્છે છે કે પાછલી સદીઓની બર્બરતા.

તેમણે આ વીડયોમાં વધુમાં કહ્યું છે કે,હું એક ભારતીય મુસ્લિમ છું અને જેમ મિર્ઝા ગાલિબે ઘણા સમય પહેલા કહ્યું હતું કે, અલ્લાહ મિયાં સાથે મારો સંબંધ ઘણો અલગ છે, મારે કોઈ રાજકીય ધર્મની જરૂર નથી. હિન્દુસ્તાની ઇસ્લામ હંમેશા સમગ્ર વિશ્વભરના ઇસ્લામથી અલગ રહ્યો છે અને ભગવાન તે સમય ન લાવે જેથી તે એટલો બદલાય કે આપણે તેને ઓળખી પણ ન શકીએ.

આ સાથે જ આ વીડિયોમાં નસીરુદ્દીન શાહ ઉર્દુ બોલતા પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.તેમણે ભારકમાં રહેતા એવા મુસ્લિમો પર નિશાન સાધ્યુ છે જે અહીં રહીને જ તાલિબાનની જીતમાં ખુશી મનાવી રહ્યા છે, આવા પ્રકારના હિન્દુસ્તાની મુસ્લિમો સામે એક્ટર નસીરુદ્દી શાહએ લાલ આંખ કરી છે