અમેરિકાના મશહૂર રેપર-એક્ટર ડીએમએક્સનું હાર્ટ એટેકથી નિધન
- પ્રખ્યાત રેપર-એક્ટર DMX નું નિધન
- હાર્ટ એટેકથી થયું નિધન
- 50 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
દિલ્હી :અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સિમંસનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ 50 વર્ષના હતા.તે ડીએમએક્સ અથવા ડાર્ક મેન એક્સ તરીકે પણ જાણીતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમંસને ડ્રગના ઓવરડોઝને કારણે હાર્ટ એટેક આવ્યો હતો.
ડીએમએક્સનું વાસ્તવિક નામ અર્લ સિમંસ છે અને તેણે 1998 માં રેપ મ્યુઝિકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ગીતોની લોકપ્રિયતા બતાવવા વાળા બિલબોર્ડ 200 ચાર્ટમાં તેના પહેલા સ્ટુડિયો આલ્બમ ઇટસ ડાર્ક એન્ડ હેલ ઇઝ હોટને પ્રથમ સ્થાન મળ્યું હતું. તેમણે ‘રફ રાઇડર્સ એન્થમ’,’ગેટ એટ મે મી ડોગ’ અને ‘સ્ટોપ બિઈંગ ગ્રીડી’ જેવા ઘણાં લોકપ્રિય ગીતો આપ્યા. તેની ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ અને ‘ગ્રેંડ ચેમ્પ’ આલ્બમ્સને લોકોએ પણ ખૂબ પસંદ કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી ડીએમએક્સ માદક પદાર્થોના સેવન સામે લડી રહ્યો છે અને 2019 માં તે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગયો, જેના પગલે તેણે ઘણા શો રદ કરવા પડ્યા હતા.
દેવાંશી