Site icon Revoi.in

મશહૂર આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, સ્ટૂડિયોમાંથી ફાસીના ફંદે લટકતો મૃતદેહ મળી આવ્યો

Social Share

મુંબઈઃ- બોલિવૂડ જગતમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ફિલ્મ જોઘા અકબર, લગાન, પ્રેમ રતન ધન પાયો જેવા ફિલ્મના સેટ ડિઝાઈન કરનાના આર્ટ ડાયરેક્ટર નિતીન દેસાઈનું 58 વર્ષની વયે નિધન થયું છે.તેમનો મૃતદેહ સ્ટૂડિયોમાંથી મળી ફાસીના ફંદા પર લટકતો મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવાઈ રહ્યું છે. શહેર મુંબઈથી લગભગ 80 કિલોમીટર દૂર કર્જત વિસ્તારમાં બનેલા એનડી સ્ટુડિયોમાં  દોરડા વરડે ફાંસો ખાઈને તેમણે આત્મહત્યા કરી લીધી છે.

કેટચલાક રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આર્ટ ડાયરેક્ટર નીતિન આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા તેના પર એક જાહેરાત એજન્સી દ્વારા છેતરપિંડીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

જો તેમની કારકિર્દી વિશે વાત કરીએ તો  તેમણે  ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જેમાં હમ દિલ દે ચૂકે સનમ, લગાન, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયોનો સમાવેશ થાય છે. તેમણે આ ફિલ્મોના શાનદાર સેટ ડિઝાઇન કર્યા હતાજે દર્શકોને આબેહુબ લાગ્યા હતા તેમનું કાર્ય જાણે જીવંત કરી આવતું હતું તેઓ સેટ ડિઝાઈનર તરીકે ઘણી ખ્યાતિ પામી ચૂક્યા છે.

તેમના કાર્યની પ્રસંશા સાથે સાથે નીતિન દેસાઈને ચાર નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે તેમને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આજરોજ તેમના નિધનને લઈને તેમના પરિવાર સહીત નજીકના લવોકોમાં શોકની લાગણી છવાઈ છે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંઘીને આગળની તપાસ હાથ ઘરી છે.