- પ્રખ્યાત બંગાળી-ઉડિયા ગાયિકા નિર્મલા મિશ્રાનું નિધન
- 81 વર્ષની વયે થયું નિધન
- ઘણા સમયથી હતા બીમાર
ચેન્નાઈ:પ્રખ્યાત બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાનું શનિવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.તેણી 81 વર્ષના હતા અને ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા હતા.તેમણે દક્ષિણ કોલકાતાના ચેતલા વિસ્તારમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.અનેક બંગાળી અને ઉડિયા ફિલ્મોમાં પોતાનો અવાજ આપનાર આ ગાયિકા છેલ્લા કેટલાક સમયથી વય-સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા.
ડોકટરએ જણાવ્યું કે,તેને શનિવાર રાતે લગભગ 12.05 વાગ્યે હર્દય હુમલો આવ્યો અને નજીકના નર્સિગ હોમમાં લઇ જવામાં આવ્યા,જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રખ્યાત ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 1938માં જન્મેલા નિર્મલા મિશ્રા સંગીત સુધાકર બાલકૃષ્ણ દાસ પુરસ્કાર મેળવનાર છે. આ પુરસ્કાર તેમને ઉડિયા સંગીતમાં તેમના જીવનભરના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.
નિર્મલા મિશ્રાના લોકપ્રિય બંગાળી ગીતોમાં ‘ઈમોન એકતા ઝિનુક’, ‘બોલો તો અર્શી’ અને ‘એઈ બાંગ્લાર માટી ચાય’નો સમાવેશ થાય છે, જ્યારે તેના કેટલાક હિટ ઉડિયા ગીતો ‘નિદા ભરા રાતી મધુ ઝારા જાન્હા’ અને ‘મો મન બિના રા તારે’ છે.