- જાણીતા અભિનેતા સચીનનો આજે 64મો બર્થડે
- હિન્દી ફિલ્મ જગતમાં સેંકડો ફિલ્મો આપી છે
મુંબઈઃ બોલિવૂડ જગતનું જાણીતું નામ છે સચિન તેઓ કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમના દર્શકોમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક સચિનની સહજ શાનદાર કલાકારીના ચાહક છે તેમનું નામ સચિન પિલગાંવકર છે.તેઓ 17 ઓગસ્ટના રોજ તેઓ પોતાનો 64 મો જન્મ દિવસ મનાવી રહ્યા છે.
સચિનની પ્રથમ હિન્દી ફિલ્મ વર્ષ 1965 માં આવી હતી, જેનું નામ પોસ્ટ ઓફિસ હતું. આ ફિલ્મ રવિન્દ્રનાથ ટાગોરના નાટક પર આધારિત હતી. જોકે આ પહેલા સચિન 1962 માં મરાઠી ફિલ્મ હા માઝા માર્ગ એકલામાં આવ્યો હતો. એમ કહેવું ખોટું નહીં હોય કે સચિનનું આખું જીવન કેમેરા સામે વિતાવ્યું કારણ કે જ્યારે તેણે પહેલી ફિલ્મ કરી ત્યારે તેમની ઉંમર માત્રને માત્ર ચાર વર્ષની જ હતી.
બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર સચિને સૌપ્રથમ 1961 માં આવેલી ફિલ્મ સૂનબાઈમાંથી અભિનય શિખવાની શરુઆત કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક માધવરાવ શિંદે હતા પણ ત્યારે તેમને કામયાબિ નહોતી મળી. આ પછી સચિને રાજા પરાંજપેની મરાઠી ફિલ્મ હા માઝા માર્ગ એકલા પસંદ કરી. અ
ભિનય પ્રત્યે સચિનના સમર્પણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 4 વર્ષની ઉંમરે તેણે પોતાની મરાઠી ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. આ પુરસ્કાર તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા આપવામાં આવ્યો હતો.
સચિનની પ્રથમ હિન્દી ફિલ્મની વાત કરીએ તો તે પોસ્ટ ઓફિસ હતી, જેમાં તેણે અમલની ભૂમિકા ભજવી હતી. હિન્દી ફિલ્મોમની શરુાત બાદ ક્યારેય તેમણે કપાછું વળીને જોયું નથી. 1967 માં તેની બીજી ફિલ્મ મજલી દીદીમાં સચિને અનુભવી કલાકારો ધર્મેન્દ્ર અને મીના કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી. તેમણે બાળ કલાકાર તરીકે લગભગ 15 ફિલ્મોમાં કામ કર્યું.
સચિને ફિલ્મ ગીત ગાતા ચલ માં હીરો તરીકે પોતાના જીવનની પ્રથમ મુખ્ય ભૂમિકા કરી હતી. રાજશ્રી પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની નાયિકા સારિકા હતી. આ ફિલ્મની અણધારી સફળતાએ તેમને ઘણી વધુ મુખ્ય ભૂમિકાઓ અપાવી. આ બંને કલાકારો ફરી 1976 માં બાલિકા વધુ, કોલેજ ગર્લ અને નદિયા કે પાર જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.
મુખ્ય ભૂમિકા સિવાય સચિને ઘણી ફિલ્મોમાં સારી સહાયક ભૂમિકાઓ પણ ભજવી છે. તેમણે ત્રિશુલ, શોલે, અવતાર, સુર સંગમ અને સત્તે પર સત્તા જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો પરંતુ તે પછી તે દિગ્દર્શન તરફ વળ્યા. તેમણે મરાઠી ફિલ્મો તેમજ ઘણી ટીવી સિરિયલોનું નિર્દેશન કર્યું. .