બોલિવૂડની જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટએટકથી નિધન
- મંદિરા બેદીના પરિ રાજ કૌશલે આજે સવારે અંતિમ શ્વાસ લીધા
- પરિવારના જણાવ્યા પ્રમાણે હાર્ટએટેકથી નિધન
મુંબઈઃ- બોલિવૂડની જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે બુધવારની સવારે નિધન થયું છે, પરિવારજનો પાસેથી મળતી વિગતો અનુસાર રાજ કૌશલને વહેલી સવારે હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો જેમાં તેમણે અંતિમ શ્નાસ લીધા છે.
ઉલ્લેખનીય છે કે મંદિરા અને રાજને બં સંતાનો છે, જે હજી નાના છે, અબિનેત્રી મંદિરા કોઈને તોઈ કારણો સર હંમેશા ચર્ચામાં રહે છે,રાજે વિતેલા રવિવારે જ મિત્રો સાથે પાર્ટી કરી હતી. સોમવારે તેણે મંદિરા અને મિત્રો સાથેનો એક ફોટો પણ શેર કર્યો અને કહ્યું કે તે એક સરસ રવિવાર છે.
રાજ કૌશલ ભારતીય નિર્દેશક, નિર્માતા રહી ચૂક્યા હતા. રાજે પ્યાર મેં કભી કભી, શાદી કા લડ્ડુ અને એન્થોની કૌન હૈ, જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સિવાય તેણે માય બ્રધર નિખિલ, શાદી કા લડ્ડુ અને પ્યાર મેં કભી કભી ફિલ્મોને પ્રોડ્યૂસ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે મંદિરા અને રાજના લવ મેરેજ હતા. બંનેના લગ્ન વર્ષ 1999 માં થયા અને પછી વર્ષ 2011 માં બંને પુત્ર વીરનાં માતા-પિતા બન્યાં. મંદિરા અને રાજ બાળકો સાથે જીવનનો આનંદ માણી રહ્યા હતા, પણ કોને ખબર હતી કે અચાનક જ તેમનું જીવન આ રીતે બદલાઈ જશે.રાજની વિદાય બાદ હવે મંદિરાએ બંને બાળકોનો એકલા હાથે ઉછેરવા પડશે. અભિનેત્રી અને તેના પરિવાર માટે આ સમય ખૂબ મુશ્કેલ છે.