જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસનો આજે જન્મદિવસ- DID એ અપાવી નવી ઓળખ,ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર પણ રહી ચૂક્યા છે
- કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસનો આજે જન્મદિવસ
- DIDથી મળી ધઘરઘરમાં નવી ઓળખ
- ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર પણ રહી ચૂક્યા છે
મુંબઈઃ- દેશભરમાં ડાન્સ ઈન્ડિયા ડાન્સ ખૂબ જ જોવાતો ડાન્સનો રિયાલીટી શો છો,જેમાં ટેરેન્સ લૂઈસ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, જેઓ એક ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર હતા જ્યાંથી તેમની સફર શરુ થઈ જે તેમને એક સારા ડાન્સર સુધી લાવવામાં સફળ રહી.આજે તેઓ દેશભરમાં ઘરેઘરમાં જાણીતા ડાન્સર તરીકે ઓળખાઈ રહ્યા છે.
બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ટેલિવિઝનના ડાન્સિંગ શોના જજ ટેરેન્સ લેવિસનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1975ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર 6 વર્ષની ઉંમરથી જ ડાન્સમાં રસ હતો પોતાની પોકેટમની માટે તેઓ ડાન્સનો સહારો લેતા હતા, જો કે, તેમના પિતાને આ ગમ્યું ન હતું અને તેઓ ઇચ્છતા હતા કે ટેરેન્સ, આઠ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે તો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે.જો કે પરંતુ ટેરેન્સ ચોરીછૂપીથી ડાન્સ શીખતો રહ્યો. આ સાથે જ તેઓ આજે એક સફળ ડાન્સર સાબિત થયા છે.
ટેરેન્સે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. તેની પાસે ‘વર્લ્ડની લાર્જેસ્ટ ફોટોબુક’નો રેકોર્ડ છે. બિગ બજારના રાષ્ટ્રગીત ‘ધ ડેનિમ ડાન્સ’માં કામ કર્યા પછી, ટેરેન્સે તેના ડેનિમ ડાન્સનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવાનું કહ્યું હતું. તેણે વિશ્વની સૌથી મોટી ફોટોબુક બનાવી હતી.
ટેરેન્સે બોલિવૂડની મહાન હસ્તીઓને પોતાની પ્રતિભા શીખવી છે,જેમાં ગૌરી ખાન, માધુરી દીક્ષિત, સુષ્મિતા સેન, સુઝેન ખાન અને બિપાશા બાસુ સહિત અનેક હસ્તીઓને ફિટનેસ પ્રશિક્ષક તરીકે તાલીમ પણ આપી છે.ઝંકાર બીટ્સ, ગોલિયોં કી રાસલીલા-રામલીલા સહિત ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફ કર્યું છે
ટેરેન્સે સેન્ટ થિરિસા બોયઝ હાઈસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ડાન્સની તાલીમ લીધી હતી. આ પછી, તે જાઝ, બેલે અને કન્ટેમ્પરરી ડાન્સ શીખવા માટે ન્યૂયોર્ક ગયો. ત્યાંથી પાછા આવ્યા પછી, ટેરેન્સે ઘણા સ્ટેજ શો, બોલિવૂડ શો, કોર્પોરેટ લોન્ચ, મ્યુઝિક વીડિયો અને જાહેરાતો કોરિયોગ્રાફ કરી અને ઘણું કામ કર્યું. ત્યાર બાદ તેણે ક્યારેય પાછુ ફરીને જોયું નથી
અનેક શો માં જજ તરીકે કર્યું છે કામ
, બોલિવૂડમાં તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘લગાન’ થી થઈ હતી. જો કે, થોડા સમય પછી ટેરેન્સે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી, કારણ કે તેને આ કામ પસંદ ન હતું. તે પછી તેણે ટીવી શોમાં જજ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ , ‘નચ બલિયે’, ‘ઈન્ડિયા બેસ્ટ ડાન્સર 1 અને 2′ જેવા ઘણા શો જજ કર્યા છે.આ સાથે જ તેઓ ઘરેઘરમાં પોતાની નવી ઓળખ બનાવામામ સફળ રહ્યા ત્યાર બાદ તેમણે ખતરો કે ખિલાડી’ સીઝન 3માં પણ ભાગ લીધો હતો.
ટેરેન્સને નથી કરવા લગ્ન
હવે જો અંગત જીવનની વાત કરીએ તો 46 વર્ષીય ટેરેન્સે હજુ સુધી લગ્ન કર્યા નથી અને આગળ લગ્ન કરવાનો પણ કોઈ ઈરાદો નથી. હકીકતમાં તે કહે છે કે તે જે પ્રોફેશનમાં છે તેમાં તે 24 કલાક વ્યસ્ત રહે છે અને તે 24 કલાક એક જ વ્યક્તિ સાથે વિતાવી શકતો નથી, તેથી તેને લગ્નમાં રસ નથી. જો કે તેનું નામ હાલમાં નોરા ફતેહી સાથે જોડવામાં આવ્યું છે.