Site icon Revoi.in

મશહૂર કોમેડી કલાકાર રાજુ શ્રીવાસ્તવનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન – સૌ કોઈની આંખો થઈ નમ

Social Share

દિલ્હીઃ-  મનોરંજન જગતના જાણીતા કોમેડિયન કલાકાર એવા રાજુ શ્રીવાસ્તવનું લાંબા ગાળે હોસ્પિચલમાં સારવાર બાદ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિતિ હોસ્પિટલમાં આવસાન થયું હતું આજરો જ તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવનો દેહ પંચતત્વમાં વિલીન થઈ ચૂક્યો છે. આખા દેશને હસાવનાર રાજુ કાયમ માટે પોતાના પ્રસંશકોને રડાવી ગાય છેઆજરોજ  ગુરુવારે દિલ્હીના નિગમબોધ ઘાટ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકોએ નમ આંખો સાથે વિદાય આપી હતી કેટલાક લોકોએ ભાવુક હ્રદય સાથે રાજુ અમર રહે…ના નારા પણ લગાવ્યા હતા.

તેમના નિધનને લઈને અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી, અક્ષય કુમારથી લઈને કપિલ શર્મા અને પીએમ નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી.

ઉલ્લેખનીય છે કેરાજુ શ્રીવાસ્તવે પોતાની ઓળખ જાતમહેનતથી બનાવી હતી તેઓ હંમેશા પોતાના કામને લઈને લોકોના દિલમાં જીવંત રહેશે તેઓ એક સફળ હાસ્યકલાકાર સાબિત થયા છે, આજે રાજુ શ્રીવાસ્તવને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં ચાહકો આવી પહોચ્યાં હતા સૌ કોઈની આંખો નમ થી હતી.

ઉલ્લેખષનીય છે કે રાજુ શ્રીવાસ્તવે 42 દિવસ સુધી હોસ્પિટલમાં મોત સામે જંગ લડી હતી અને વિતેલા દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટે જિમમાં વર્કઆઉટ કરતી વખતે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ત્યારથી તેઓ દિલ્હી સ્થિતિ એઈમ્સમાં સારવાર અર્થે દાખલ હતા.