મશહૂર કોમેડી કિંગ કપિલ શર્માનો આજે જન્મ દિવસ- જાણો તેમના વિશેની કેટલીક વાતો
- કપિલ શર્માનો આજે 41મો જન્મ દિવસ
- સંઘર્ષથી ભરેલું રહ્યું છે તેમનું જીવન
મુંબઈઃ- આજે હાસ્યની વાત આવે એટલે ટીવી જગતમાં મોખરે કપિલ શર્માનું નામ લેવાય છે, કોમેડિના બેતાજ બાદશાહ એટલે કપિલ શર્મા, દરેક ઘરોમાં ખડખડાત હસાવતા કતપિલનું જીવન અનેક દર્દીથી ભરેલું રહ્યું છે, ભલે તેઓ આજે એક મશહૂર સ્ટાર બન્યા છે જો કે તેમના શરુઆતના દિવસોમાં તેમણે અનેક મુસીબતોનો સામેનો કર્યો છે.આજે 2જી એપ્રિલનના રોજ કપિલ શર્માનો 41મો જન્મ દિવસ છે તો આ પ્રસંગે તેમના જીવન વિશેની કેટલીક વાતો જાણીએ
માત્ર 23ની વયે તેણે પોતાના પિતાની છત્ર છાયા ગિામીવ હતી ત્યાર બાદ તેમા ખંભેલ અનેક જવાબદારીઓ આવી પડી, કપિલના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. પિતાના નિધન પછી કપિલને તેની નોકરી મળી રહી હતી. પરંતુ તેણે આ કામ કરવાનો ઇનકાર કરી દીધો. તેના સપના ઘણા મોટા હતા અને તે તેને પુરા કરવા માંગતો હતો
કપિલ શર્માએ મુંબઈમાં જઈને તેના સપના સાકાર કરવાની શરુઆત કરી,તેમણે પોતાના કેરિયરની શરુઆત શરૂઆત પંજાબી ચેનલના શો હંસદે હસાંદે રહોથી કરી હતી. પરંતુ તેમને તેની વાસ્તવિક ઓળખ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી.
કપિલએ આ પહેલા અમૃતસરમાં આ શો માટે ઓડીશન આપ્યું હતું. પરંતુ ત્યાંથી તેને રીજેક્ટ કરવામાં આવ્યો હતો. તો પણ તેણે હાર માની નહીં અને દિલ્હીમાં ફરીથી ઓડિશન આપ્યું. ત્યારબાદ કપિલની પસંદગી થઈ. લાફ્ટર ચેલેન્જ જીત્યા બાદ કપિલે ક્યારેય પાછું વળીને જોયું નહીં.
ત્યાર બાદ કપિલે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી, આજે કપિલ શર્મા દરેક દિલોમા રાજ કરે છે,ફિલ્મોમાં એંટ્રી કરનાર કપિલના આજે સૌ કોઇ દીવાના છે. અમિતાભ બચ્ચનથી લઇને શાહરુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કપિલ શર્માના વખાણ કર્યા છે. તેણ ેપોતચાની ઓળખ તોપાની મહેનતથી બનાવી છે તેના પિતા સામાન્ય કોસ્ટેબલ હતા છત્તા તેણે પોતચાના સપનાને સાકર કરવામાં કોી કસર છોડી ન હતી.
કપિલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેમને ફિલ્મ માટે પણ સાઇન કરી લેવામાં આવ્યા છે. કપિલ મલ્ટિએક્ટ્રેસ ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરુ’ની શૂટિંગ પણ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં કપિલ ગીત પણ ગાવાના છે. માટે કપિલ એક કોમેડિયન, એક્ટર, સિંગર, પ્રોડ્યૂસર અને હોસ્ટ પણ છે.