Site icon Revoi.in

મશહુર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોનીનો આજે જન્મદિવસ, જાણો તેમના જીવન સફરની કેટલીક ખાસ વાતો

Social Share

 

દિલ્હીઃ- ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર મહેન્દ્ર સિંહ ઘોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવશે,ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂકેલા અને દર્શકોના દિલમાં ખાસ છબી ઊભ કરનાર ક્રિકેટર માહીના નામથી જાણીતા છે. તેઓનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ રાંચીમાં થયો હતો.

એક સામાન્ય નમ્ર પરિવારમાં જન્મેલા માહિ એ ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું  જેણે ક્રિકેટની દુનિયામાં પ્રવેશતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી અને તે પોતાનું સપનું પૂરું કરવા માટે મક્કમ હતો, પરંતુ આ હલચલ સર્જતા પહેલા તેને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. છેવટે તેણે અનેક કઠનાી વેઠીને પોતાનું સપનું પુરુ કર્યું.

મહેન્દ્ર સિંહ ધોની પહેલા બિહારની રણજી ટ્રોફીમાંથી રમતો હતો આ દરમિયાન તે વર્ષ 2001માં ભારતીય રેલ્વેમાં ટિકીટ કલેક્ટરની નોકરી મળી હતી, પરિવારની આર્થિક મદદ માટે 2 વર્ષ સુધી નોકરી કરી વર્ષ 2003માં નોકરી છોડી ફરી ક્રિકેટ રમવાનું શરુ કર્યું

આ સાથે જ તેણે વર્ષ 2007માં ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલા ટી20 વર્લ્ડકપ પર કબ્જો કર્યો, આજ વર્ષે ટીમના અનેક સીનિયર ખેલાડીને છોડી ધોનીને ટીમની કમાન સોંપવામાં આવી હતી.માહી એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તેને કેપ્ટન બનવાનો નિર્ણય લીધો હતો તે સમયે તે મીટિંગમાં હાજર ન હતો. સચિનની સલાહ પર ધોની કેપ્ટન બન્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીની, જેણે નાના મેદાનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. માહી એ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતી હતી, ક્રિકેટ નહીં. તે પોતાની ટીમનો ગોલકીપર હતો. ચપળતા સાથે બોલને પકડવાની તેની શૈલીએ કોચને ખૂબ પ્રભાવિત કર્યા. આ જોઈને કોચે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ધોનીનું નામ ક્રિકેટમાં આ રીતે દાખલ કર્યું.
ઘોનીને બનવું હતું સૈનિક અને દેશની સેવા કરવી હતી
એમએસ ધોની નું સપનું હતું કે તે ક્રિકેટર નહીં પરંતુ સેનામાં સૈનિક બનવાનું છે. તેણે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. ધોનીએ એક વખત સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં સૈનિકો સાથે સમય વિતાવ્યો હતો અને કહ્યું હતું કે તે સૈનિક બનવા માંગે છે
ઘોનીને શેનો લાગે છે ડર?
મીડિયા સામે એક વખત  ધોનીએ કહ્યું હતું કે તે ઊંચાઈથી ખૂબ જ ડરે છે. તેમ છતાં ધોનીએ તે સમયે જવાનો સાથે ફેન જમ્પ પણ કર્યો હતો. જ્યારે તે નીચેથી ઉપર આવ્યો ત્યારે તેણે કહ્યું કે આ યુનિફોર્મમાં કંઈક ખાસ છે. કદાચ આ યુનિફોર્મની અજાયબી એ છે કે મારો ડર ભગાવ્યો છે.

ધોનીની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો  મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક રેકોર્ડ તોડ્યા છે. ભારતે ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011માં પોતાના નામે કર્યો છે, માહીની કેપ્ટનશીપમાં ભારત વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફીમાં ભારત વિજેતા બન્યું છે.