મશહુર કોરિયોગ્રાફર ગીતા કપુરનો જન્મદિવસઃ એક સમયે હતા બેકડાન્સર,આજે ડાન્સ શો ને કરી રહ્યા જજ
- ડાન્સ ગીતા કપુર બેક ડાન્સ રહી ચૂક્યા છે
- તેમણે સફળતા બાદ અનેક ડાન્સ રિયાલીટી શોને જજ કર્યા
મુંબઈઃ- બોલિવૂડમાં અનેક ડાન્સે પોતાનું કરિયર બનાવ્યું છે,જેમાં એક મશહુર નામ છે ગીતા કપુર, તેઓ આજરોજ તેમના 47મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે,હાલ તેઓ સુપર ડાન્સ રિયાલીટી શઓમાં જજ તરીકે જોવા મળે છે, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે, એક સમયે ગીતા કપુર બેક ડાન્સર તરીકે કામ કરતા હતા અને આજે તેઓ એટલા સફળ સાબિત થયા છે કે તેઓ પોતે ડાન્શ શઓને જજ કરી રહ્યા છેતેમણે માત્ર 15 વર્ષની ઉંમરે ડાન્સમાં ઝંપલાવ્યું હતું.
ગીતા કપરે ડાન્સ ઈન્ડિયા ડાન્સ, સુપર ડાન્સર, ઈન્ડિયા કે મસ્ત કલન્ડર, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા કેટલાય શો જજ કર્યા છે, ફિલ્મ કુછ કુછ હોતાનું ખૂબજ જાણીતું સોંગ ‘તૂજે યાદ ન મેરી આઈ’ અને ‘ગોરી ગોરી ’ માં ગીતા કપુર બેક ડાન્સ કરીકે જોવા મળ્યા હતા, તેમણે ફરહાખાનના ડાન્સ ગૃપને જોઈન કર્યું હતું જેમાં તે બેક ડાન્સની ભુમિકા કરતા હતા.
ત્યાર બાદ ફરાહ ખાનને તેમની મદદ કરવાનું શરૂ કર્યું. ગીતાએ કુછ કુછ હોતા હૈ, દિલ તો પાગલ હૈ, કભી ખુશી કભી ગમ, મોહબ્બતે, કલ હો ના હો, મૈં હૂ ના અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં ફરાહને મદદ કરી છે. આ પછી, ગીતા પોતે કોરિયોગ્રાફર બની અને શીલા કી જવાની, ફિઝા, અશોક, સાથિયા, હે બેબી, અલાદિન, તીસ માર ખાનનાં લોકપ્રિય ગીતોની કોરિયોગ્રાફી કરીને લોકપ્રિયતા મેળવી હતી.
ગીતા કપુર 47 વર્ષની ઉંમર ધરાવે છે, તેમણે હજી સુઘી મેરેજ કર્યા નથી, કેટલાક વર્ષઓ પહેલા તેમના મિત્રને લોકોએ તેમના બીએફ તરીકે ઓળખીને ખોટી અફવાઓ પમ ફેલાવી હતી.આ સમયે તેમના કેટલાક ફઓટો ખૂબ વાયરલ થયા હતા જેમના સલાથે ગીતાનું નામ જોડવામાં આવ્યું હતું તે રાજીવ ખિંચી હતા