- હિન્દી ક્રિકેટ કમેંટેટર ઇફ્તિકાર અહેમદનું નિધન
- 66 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- પાપૂના નામથી હતા જાણીતા
મુંબઈ : પ્રખ્યાત હિન્દી કમેંટેટર ઇફ્તિકાર અહેમદનું સોમવારે નિધન થયું હતું. સ્થાનીય ક્રિકેટ સ્કોરર અને ઇફ્તિકાર અહેમદના નજીકના ખુર્શીદ અહમદ રાઈને જણાવ્યું હતું કે, 66 વર્ષીય ઇફ્તિકારે સોમવારે સાંજે મિન્હાજપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ઇફ્તિકાર અહેમદ પાપૂના નામથી જાણીતા હતા.
પાપૂ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમના પરિવારમાં પત્ની,એક પુત્ર અને એક પુત્રી છે. રાઇને કહ્યું કે, ક્રિકેટ ખેલાડીઓની વચ્ચે પાપૂના નામથી લોકપ્રિય ઇફ્તિકારે રેડિયો પર લગભગ 40 વર્ષથી ટેસ્ટ અને વન-ડે મેચ પર કમેન્ટ્રી કરી હતી.
પ્રયાગરાજ ડીઆરએમ કાર્યાલયમાંથી નિવૃત થયેલા ઇફ્તિકારના નિધન પર અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના ક્રિકેટ કોચ દેવેશ મિશ્રા,પરવેઝ આલમ,એલબી કાલા વગેરેએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઇફ્તિકારની અંતિમ વિધી મંગળવારે સવારે કાલા ડાડા કબ્રસ્તાનમાં કરવામાં આવશે.