ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલા મહેતાનું 96 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM, અને CMએ આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ ફોટા જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. જાણીતા અખબાર ગુજરાત સમાચાર સાથે વર્ષોથી જોડાયેલા હતા. અને તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. સ્વર્ગસ્થને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અને રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી, દેશના જાણીતા ન્યુઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ સ્વર્ગસ્થને શ્રદ્ધાજલિં પાઠવી છે.
ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ દલપતરામ મહેતાનું 97 વર્ષની ઉંમરે નિધન થયુ છે. સ્વર્ગસ્થએ સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ ઝવેરીલાલ મહેતા વર્ષોથી ગુજરાત સમાચાર સાથે જોડાયેલા હતા. તેઓએ ગુજરાત રાજ્યના 13 મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરીને લોકપ્રિય બન્યા હતા. જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાએ 2001ના ભૂકંપ અને 1998ના કચ્છના વાવાઝોડાની તસ્વીરો કેમેરામાં કંડારી હતી.
સ્વ. ઝવેરીલાલ મહેતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના રહેવાસી હતાં, વર્ષ 1969ના દાયકાથી તેઓ ગુજરાત સમાચાર સાથે સિનિયર ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમને રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલ માટે જાણીતા ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં પણ ફોટો લાઈનો માટે પણ જાણીતા બન્યા હતા. તેના દરેક ફોટાની ફોટોલાઈનમાં તેઓ પોતાના ઉર્મિસભર વિચારો વ્યક્ત કરતા હતા.
ઝવેરીલાલ મહેતા શરૂઆતમાં અરવિંદ મિલમાં ટેક્સટાઈલ આર્ટિસ્ટની નોકરી કરતા હતા. 1969માં ગુજરાત સમાચારમાં તસવીરકાર તરીકે જોડાયા હતા. ગુજરાત સમાચારના પ્રથમ પેજમાં ઝવેરીલાલે પાડેલો ફોટો અચૂક સ્થાન મેળવતો હતો. તસવીરની સાથેએ ઘટનાના આબેહૂબ-રસપ્રદ વર્ણનો માટે ઝવેરીલાલ જાણીતા હતા. તેઓ યોગ્ય રીતે જ કહેતા: ‘મેં ગુજરાતના વાંચકોને તસવીરો વાંચતા કર્યા છે