Site icon Revoi.in

વર્ષ 2003ના માનવ તસ્કરીના મામલે મશહૂર પંજાબી સિંગર દલેર મહેંદીની ધરપકડ -પટીયાલા કોર્ટે 2 વર્ષ જેલની સજા સંભળાવી

Social Share

ચંદીગઢઃ- પંજાબના જાણીતા સિંગર દલેર મેંહદીની મુશ્કેલીઓ વધી છે,પટિયાલા કોર્ટે બે વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ લોકપ્રિય પંજાબી ગાયક દલેર મહેંદીની ગુરુવારે માનવ તસ્કરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ગેરકાયદેસર કાર્ય કરવાના કેસમાં તેને 2 વર્ષની સજા થઈ છે. સિંગર પર લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનો આરોપ છે. આ પહેલા પટિયાલાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે સિંગરને બે વર્ષની જેલ અને 2000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. હવે તેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહેંદીને વર્ષ  2003ના માનવ તસ્કરીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, અને આજે તે જ કોર્ટમાં 16 માર્ચ 2018માં 2 વર્ષની જેલની સજા થઈ હતી અને આ વખતે પણ કોર્ટે તે જ સજા યથાવત રાખી છે. જો કે, જ્યારે તેને 2018 માં તેની સજા મળી, ત્યારે તેને જામીન પર છોડી દેવામાં આવ્યો.

વર્ષ 2003માં નોંધાયેલા કેસ મુજબ 10 લોકોને ગ્રુપ મેમ્બર તરીકે અમેરિકા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે છોડી દેવામાં આવ્યા હતા. આ માટે તેણે તેમની પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ  મામલો વર્ષ 2003નો છે. આ કેસમાં દલેર મહેંદી અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધાયા હતા.