Site icon Revoi.in

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન,74 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Social Share

મુંબઈ:મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ સમાચાર લોકોને હચમચાવી રહ્યા છે. ગાયક સિદ્ધુ મૂસેવાલા અને કેકેના નિધનથી ચાહકો હજુ ગમમાંથી બહાર નથી આવ્યા કે અન્ય એક મહાન વ્યક્તિત્વે આ દુનિયાને અલવિદા કહી દીધું.પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરી હવે આ દુનિયામાં નથી રહ્યા.પંડિત ભજનનું ગુરુગ્રામની એક હોસ્પિટલમાં નિધન થયું. તેમના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પંડિત ભજન સોપોરીનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો અને 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું.

પરિવારજનો પાસેથી મળેલી માહિતી મુજબ સંતૂર વાદક ઘણા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

સોપોરીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો સૌરભ અને અભય છે.બંને પુત્રો પણ સંતૂર વાદક છે. સોપોરીના પિતા પંડિત એસએન સોપોરી પણ સંતૂર વાદી હતા.

સોપોરીને તેમના કામ માટે અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.તેમને 2004માં પદ્મશ્રી, 1992માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને જમ્મુ અને કાશ્મીર સ્ટેટ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.સોપોરીએ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીત અને તેમના પિતા અને દાદા પાસેથી હિન્દુસ્તાની સંગીત શીખ્યા.