Site icon Revoi.in

મશહુર સિંગર અદનાન સામીને 50 લાખ રુપિયાનો દંડ-જાણો કારણ

Social Share

મુંબઈમાં ફ્લેટ્સ અને પાર્કિંગ માટે જગ્યા ખરીદવાના મામલે સરકારે મશહુર બૉલિવૂડ સિંગર અદનાન સામીને 50 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે,જો કે અદનાન સામીએ આ મિલકત ત્યારે ખરીદી હતી કે જ્યારે તેઓ પાકિસ્તાનના નાગરિક હતા ત્યારે તેમને ભારતની નાગરીકતા નહોતી મળી,આ મામલામાં પહેલા ઈડી એ અદનાન સામીની કરોડો રુપિયાની સંપતિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો,જેને 12 સપ્ટેમ્બરના રોજ ટ્રિબ્યૂલન કોર્ટ દ્વારા ફગાવામાં આવ્યો હતો ત્યાર પછી અદનાન સામીને 50 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જો કે આ વાત અદનાન માટે રાહતની વાત કહેવાય.

દનાન સામીએ વર્ષ 2003માં મુંબઈમાં 8 ફ્લેટ્સ અને 5 પાર્કિંગની જગ્યાઓની ખરીદી કરી હતી,તે સમયે તેમની પાસે પાકિસ્તાનની નાગરીકતા હતી,અદનાને આ મિલકત ખરીદવાની જાણકારી રિઝર્વ બેંકને આપી નહોતી જે નિયમોનું ઉલ્લંધન છે,નિયમ અનુસાર વિદેશી નાગરીક હોય તો કોઈપણ મિલકતની ખરીદીની જાણ આરબીઆઈને કરવાની હોય છે.

વર્ષ 2010માં ઈડી ને આ વાતની જાણ થઈ હતી,ત્યાર બાદ ઈડી એ અદનાન સામી વિરુધ નિયમોનું ઉલ્લંધન કરવાના આરોપમાં તેમની પ્રોપર્ટીને સીઝ કરી હતી,અને તેમના પર 20 લાખ રુપિયાનો દંડ કર્યો હતો,આ નિર્ણયના વિરુદ્ધ અદનાન સામીએ ટ્રિબ્યુલન કોર્ટમાં અપીલ કરી હતી,જેનો નિર્ણય 12 સપ્ટેમ્બરના રોજ આવ્યો હતો.

ટ્રિબ્યુલન કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે,અદનાને મિલકતની ખરીદી કરવામાં વિદેશી નાણાંનો ઉપયોગ કર્યો નથી, તે ઉપરાંત  અદનાને મિલકત માટે લીધેલી લૉન અને ભારત બહાર થયેલી કમાણી અને તેના પર લાગેલા ટેક્સની ચુકવણી ભારતીય રુપિયામાં કરવામાં આવી છે.જેના કારણે કોર્ટે ઈડીના પ્રોપર્ટી જપ્ત કરવાના નિર્ણયને ફગાવ્યો હતો અને દંડની રકમ 20 લાખથી વધારી 50 લાખ કરી દીધી હતી,જો કે અદાલતે અદનાનને  આ દંડની રકમ ભરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે અદનાન સામી પ્રથમવાર 2001મા ટૂરીસ્ટ વિઝા લઈને ભારત આવ્યા હતા,ત્યાર બાદ અદનાને  બૉલિવૂડ અને ભારતીય મ્યૂઝિક ઈંડસ્ટ્રીઝમાં કામ કરીને ખુબ નામ કમાયું છે,ભારતમાં રહેતા અદનાને ભારતની નાગરીકતા મેળવવા માટે અરજી કરી હતી ત્યાર બાદ વર્ષ 2015મા અદનાનને ભારતીય નાગરીકતા મળી ગઈ હતી.