Site icon Revoi.in

મશહુર સિંગર એ.આર રહેમાનની માતાનું નિધન – સિંગરે માતા વિશે કેટલીક ઈમોશનલ વાતો શેર કરી

Social Share

મુંબઈઃ-સિંગર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. સિંગરે તેમની માતાનો ફોટો શેર કરીને આ દુખદ સમાચાર અંગેની માહિતી આપી હતી કે, 28 ડિસેમ્બરે તેની માતાએ દુનિયાને અલવિદા કહ્યુ છે. એ.આર. રહેમાન તેમની માતાની ખૂબ નજીક હતો અને તેઓ હંમેશાં દરેક ખાસ પ્રસંગે તેમની માતાને યાદ કરતા જોવા મળ્યા છે. આવી પરિસ્થિતિમાં, તેમણે માતાને ગુમાવવાનું એક મોટું નુકસાન અને ભાવુક ક્ષણ છે.

રહેમાનની આ પોસ્ટ પર ચાહકોએ પણ તેમની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે  કરીમા બેગમનું નામ કસ્તુરી હતું, જે પાછળથી બદલાયું હતું. તે જ સમયે, સિંગરે પણ તેમનું નામ દિલીપ કુમારથી બદલીને એઆર રહેમાન રાખ્યું હતું. થોડા સમય પહેલા મીડિયા  સાથેની વાતચીતમાં રહેમાને તેમની માતાની ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું હતું- ‘મારી માતાએ સંગીતની મારી પ્રતિભાને  ઓળખી હતી, ના કે મેં ઓળખી હતી

તેમણે કહ્યું હતું કે, હું નવ વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું. તે સમયે, મારી માતા પપ્પાના સંગીતનાં સાધનો ઉધાર આપીને ઘર ચલાવતા હતા. તેમને આ સાધનો વેચીને ઘર ચલાવવાની સ,લાહ આપવામાં આવી હતી, પરંતુ તેણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. મારી માતા કહેતી કે મારો એક દીકરો છે, તે ,સામાનનું ધ્યાન રાખશે.

‘ સિંગરે તેમની માતા વિશે  કહ્યું હતું- તેમને સંગીતનું જ્ઞાન હતું. આધ્યાત્મિક રીતે, તે વિચારવામાં અને નિર્ણયો લેવામાં મારા કરતા ઘણી મોટા હતા. ઉદાહરણ તરીકે, મારા સંગીત લેવાનો તેમનો નિર્ણય હતો, ઘોરણ 11થી મારી શાળા છોડાવી મને સંગીતમાં ઝંપલાવવા કહ્યું તેમને વિશ્વાસ હતો કે, હું સંગીતમાં ખુબ આગળ વધીશ.

સાહિન-