Site icon Revoi.in

મશહૂર સિંગર લતા મંગેશકરની તબિયત લથડી –  વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડના મશહુર સિંગર લતા મંગેશકરની તબિયતને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે ત્યાર બાદ તેમની તબિયતમાં સુધાર હતો જો કે હાલમાં જ એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની તબિયત ફરીથી લથડી છે જેને લઈને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષિય  લતાજી તેમની ઉંમર સંબંધિત અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.

લતા મંગેશકરની સારવાર કરી રહેલા લડૉ.પ્રતિત સમદાનીએ મીડિયાને જણાવ્યું કે લતાજીની તબિયત ફરી બગડી છે. તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ  હાલ તેની સતત દેખરેખ રાખી રહી છે.

હાલમાં જ માહિતી મળી હતી કે ગાયિકા લતા મંગેશકરને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જો કે તાજેતરની માહિતી પ્રમાણે લતા મંગેશકર હજુ પણ ICU વોર્ડમાં છે, ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. આ પહેલા તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.