Site icon Revoi.in

સાઉથના મશહૂર એક્ટર યશનો જન્મદિવસ, કન્નડ ફિલ્મથી કરી હતી કારકીર્દિની શરૂઆત

Social Share

અમદાવાદ: સાઉથના મશહૂર એક્ટર યશ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે, યશનું વાસ્તવિક નામ નવીન કુમાર ગૌડા છે. કન્નડ સિનેમામાં તેણે ટૂંકા સમયમાં જ એક મોટું નામ કમાવ્યું છે. યશ એક મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે. તેના પિતા બસ ડ્રાઇવર હતા અને માતા ગૃહિણી હતી.

યશે વર્ષ 2008 માં રીલીઝ થયેલ કન્નડ ફિલ્મ મોગિના મનસુથી પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેણે બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મ પહેલા પણ તેણે એક ટીવી સીરિયલમાં કામ કર્યું હતું.

વર્ષ 2010માં રીલીઝ થયેલ યશની કન્નડ ફિલ્મ મોદાલાસાલા તેના કરિયરની પહેલી હિટ ફિલ્મ હતી. વર્ષ 2014માં રીલીઝ થયેલી આ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેસ રામચારી યશ માટે મોટી ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં રાધિકા પંડિત ફીમેલ લીડ રોડમાં હતી. વર્ષ 2016માં યશે આ ફિલ્મની લીડ એક્ટ્રેસ રાધિકા સાથે લગ્ન કરી લીધા. રાધિકા પણ સાઉથની લીડીંગ એક્ટ્રેસ છે

વર્ષ 2008 થી 2016 સુધી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. કન્નડ સિનેમામાં પણ તેમની ઓળખ હતી, પરંતુ તેમનું નસીબ ફિલ્મ કેજીએફથી ચમક્યું.

વર્ષ 2018 માં રિલીઝ થયેલ કન્નડ ફિલ્મ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ-ચેપ્ટર 1 (કેજીએફ: ચેપ્ટર 1) યશની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ. માત્ર સાઉથ સિનેમામાં જ નહીં, આ ફિલ્મે દરેક ભાષાના સિનેમા પ્રેમીઓના દિલને આકર્ષ્યા હતા.

કેજીએફ ચેપ્ટર 1 ની વાર્તા રોકી ભાઈ નામના કિરદારની વાર્તા છે, જે યશ દ્વારા ભજવવામાં આવી છે. આ ફિલ્મનો એક્શન સિક્વન્સ આશ્ચર્યજનક છે. તો વળી, ફિલ્મની વાર્તા પણ લોકોના હૃદયને સ્પર્શે છે.

યશના જન્મદિવસ પર જ ફિલ્મનું ટીઝર રીલીઝ કરવાનો નિર્ણય પહેલેથી લેવામાં આવ્યો હતો. પરંતુ આ પહેલા જ ઈન્ટરનેટ પર કેજીએફ 2 નું ટીઝર લીક થઇ ગયું. આ ફિલ્મના બીજા ભાગમાં સંજય દત્ત મુખ્ય વિલન તરીકે જોવા મળશે.સાથે જ ફિલ્મમાં રવિના ટંડન પણ જોવા મળશે.

-દેવાંશી