Site icon Revoi.in

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો,એકવાર જરૂરથી લેજો મુલાકાત

Social Share

પંજાબ આકર્ષક સ્થળમાંનું એક છે.તેની સુંદરતા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.આ રાજ્યમાં જોવાલાયક અનેક સ્થળો છે. ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ જેવા પ્રખ્યાત આકર્ષણોથી લઈને શહેરો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સુધી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ફરવા માટેનો પ્લાન બનાવી શકો છો.પંજાબ રાજ્યને ‘પાંચ નદીઓની ભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.આ પ્રવાસન સ્થળો ઉપરાંત પંજાબ તેના ખોરાક, સંસ્કૃતિ અને ઇતિહાસ માટે પણ જાણીતું છે. તેનો તમે આનંદ લઇ શકો છો.

અમૃતસર

અમૃતસર એક સુંદર શહેર છે.આ તીર્થસ્થળ સુવર્ણ મંદિર માટે પ્રખ્યાત છે.સુવર્ણ મંદિર ઉપરાંત, તમે અહીં જલિયાવાલાબાગ, વાઘા બોર્ડર અને ઘણા પ્રાચીન મંદિરો જોઈ શકો છો.તમે શહેરની સ્થાનિક દુકાનોમાંથી સૂટ, કપડાં અને શૂઝ જેવી એક્સેસરીઝ ખરીદી શકો છો.આ સાથે અમૃતસરીમાં કુલચા, છોલે અને લસ્સી જેવી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકાય છે.

લુધિયાણા

જો તમે પંજાબની વાસ્તવિક સુંદરતાનો અનુભવ કરવા માંગતા હોવ તો લુધિયાણા અવશ્ય જાવ.અહીં તમે લોકોની જીવનશૈલીમાં સાદગીની સાથે સાથે પ્રકૃતિની સુંદરતાનો પણ અનુભવ કરી શકશો.આ એક સુંદર શહેર છે.

ચંડીગઢ

ચંડીગઢમાં એવી ઘણી જગ્યાઓ છે જે પ્રવાસીઓને વધુ આકર્ષે છે. પ્રકૃતિથી લઈને કલા અને સંસ્કૃતિ સુધી, નાઈટલાઈફથી લઈને શોપિંગ સુધી, આ સ્થાન તમને સારો અનુભવ કારાવશે. તમે અહીં આધુનિકતા સાથે પરંપરાગત પંજાબી સંસ્કૃતિનો અનુભવ કરી શકશો.

ભટિંડા

રાજ્યના સૌથી જૂના શહેરોમાંનું એક ભટિંડા ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે.ભીડ-ભાડ થી દૂર ભટિંડા એક એવું શહેર છે જ્યાં મુલાકાત લેવા માટે ઘણી રસપ્રદ જગ્યાઓ છે.

પઠાણકોટ

પઠાણકોટ પંજાબના સૌથી મોટા રાજ્યોમાંથી એક છે. અહીં ફરવા માટેના ઘણા સ્થળો છે.તેમાં મુક્તેશ્વર મંદિર, આશાપૂર્ણી અને પ્રાચીન કાલી માતા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.આ સિવાય તમે અહીં રણજીત સાગર ડેમ અને નૂરપુર કિલ્લો પણ જોઈ શકો છો.