1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં AMTS, BRTSમાં ભાડા વધારો, શહેરમાં હવે મુંબઈની જેમ ડબલ ડેકર લાલબસ પણ શરૂ કરાશે
અમદાવાદમાં AMTS, BRTSમાં ભાડા વધારો, શહેરમાં હવે મુંબઈની જેમ ડબલ ડેકર લાલબસ પણ શરૂ કરાશે

અમદાવાદમાં AMTS, BRTSમાં ભાડા વધારો, શહેરમાં હવે મુંબઈની જેમ ડબલ ડેકર લાલબસ પણ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદ: શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.એ એએમટીએસ અને બીઆરટીએસમાં ભાડા વધારાનો નિર્ણય લીધો છે. આગામી 1લી જુલાઈથી શહેરીજનોએ વધુ ભાડુ ચુકવવું પડશે. મોંઘવારીનો સામનો કરી રહેલા શહેરીજનોને AMTS અને BRTSની મુસાફરી કરવા માટે ખિસ્સું વધારે ગરમ કરવું પડશે. સાથે જ એએમટીએસ દ્વારા ડબલ ડેકર લાલબસ શરૂ કરાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં AMTS-BRTSનું મિનિમમ ભાડું 5 રૂપિયા રહેશે. AMTS બસમાં 3 કિમી સુધી 5 રૂપિયા ભાડું રહેશે. 3થી 5 કિમી સુધી 10 રૂપિયા ભાડું લેવાશે. 5થી 8 કિમી સુધી 15 રૂપિયા ભાડું લેવાશે. 14થી 20 કિમી સુધી 25 રૂપિયા ભાડું લેવાશે. જ્યારે 20 કિ.મીથી વધારેના અંતર માટે 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. એટલું જ નહીં, AMC હવે અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. વર્ષો પહેલા અમદાવાદ શહેરમાં ડબલ ડેકર બસ દોડાવવામાં આવતી હતી. એ જમાનામાં ડબલ ડેકર લાલ બસ અમદાવાદની ઓળખ બની ગઈ હતી. હવે વર્ષો બાદ ફરી ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે.

BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરે AMTS અને BRTSના ભાડા વધારા માટેની દરખાસ્ત મુકી હતી. આ સંદર્ભે એએમસીના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એએમસી દ્વારા છેલ્લે વર્ષ 2014માં ભાડા વધારો કરાયો હતો. ત્યારબાદ ફરી 2023માં ભાડા વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ AMTS માં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે, જયારે BRTS માં લઘુત્તમ 4 રૂ અને મહત્તમ 32 રૂ. છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો ફેરફાર થતા AMC તંત્રની ભાડા વધારવાનો નિર્ણય લીધો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code