ખેડુત આંદોલનકારી નેતા રાકેશ ટિકેટનો ગુજરાતનો ફેરો સફળ થશે ખરો? કોંગ્રેસે આપ્યુ સમર્થન
અમદાવાદઃ દિલ્હીની બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. નવા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ચાલી રહેલા ખેડુત આંદોલનમાં ગુજરાતના ખંડુતોનું સમર્થન મેળવવા માટે આંદોલનકારી નેતા રાકેશ ટિકેટ આવતીકાલ તા. 4થી એપ્રિલથી ગુજરાતના દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ખેડુત નેતા રાકેશ ટિકેટ રાજસ્થાન બોર્ડરથી પ્રવેશ કરીને યાત્રાધામ અંબાજી આવશે. ટિકેટની યાત્રાને સફળ બનાવવા માટે રાજકારણના દિગ્ગજ ગણાતા ખેલાડી એવા શંકરસિંહ વાઘેલાએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ખેડુત નેતા રાકેશ ટિકેટની ગુજરાતની યાત્રાને લઈને આઈબી સહિત પોલીસ તંત્ર પણ એલર્ટી બની ગયુ છે.
દિલ્હીમાં ચાલતા ખેડુત આંદોલનમાં ગુજરાતનું સમર્થન મોળવવા માટે આવતી કાલ તા.4થી એપ્રિલને રવિવારથી ખેડુત આંદોલનકારી નેતા રાકેશ ટિરિટ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે દિલ્હી આંદોલનનો રેલો ગુજરાતમાં પહોંચવાના એંધાણ વચ્ચે સરકાર પણ સજાગ થઈ ગઈ છે. દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાંક મહિનાથીઓથી આંદોલન ચાલી રહ્યું છે, આવતીકાલે રવિવારે રાકેશ ટિકૈત ગુજરાત આવશે ત્યારે આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. કિસાન સંઘર્ષ મંચની ટ્રેક્ટર યાત્રાને કોંગ્રેસનું સમર્થન પહેલાથી મળી ગયું છે. કોંગ્રેસના નેતાઓ પણ ટ્રેક્ટર યાત્રામાં જોડાશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, ખેડૂતોને વાત કરતા અટકાવાય છે. પરંતુ અમારું ખેડૂત હિતની વાત કરનારાને સમર્થન હંમેશાં છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને લઈને ભાજપ સરકાર જે ત્રણ કૃષિ કાયદા લાવી છે તે ખેડૂત, ખેતીને બરબાદ કરનારા છે. કિસાન કાયદાને લઈને જે વાતાવરણ ઉભું થયું છે, તે ખુબજ ખરાબ છે. કોંગ્રેસ હંમેશાં ખેડૂતોના હિતમાં વાત કરે છે. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ તેમની સાથે છે. હવે ગુજરાતમાં આવતીકાલે કિસાન આંદોલન છે. ખેડૂત વિરોધી નીતિઓને લઈને 3 કાળા કાયદા લાવવામાં આવ્યા છે, જેમાં ખેતી, ખેડૂત બરબાદ થઇ જવાનો ડર છે અને નફાખોરી થવાની છે. કાળા કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે. આંદોલન ચલાવી રહ્યા છે.
કિસાન સંગઠનના નેતા રાકેશ ટિકેત આવતીકાલે (4 એપ્રિલ) બનાસકાંઠામાં મા અંબાના દર્શન કરીને આંદોલન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મામલે પણ અગાઉ સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ આવતાં નથી. ત્યારે આવા ખેડૂતોની વેદના પણ આંદોલનકારી નેતા રાકેશ ટિકૈત સાંભળશે. રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે