Site icon Revoi.in

ખેડૂતોની જાહેરાત- 6 ફેબ્રુઆરીના રોજ દેશના અનેક નેશનલ હાઈવે કરશે જામ

Social Share

દિલ્હીઃ-દેશમાં છએલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો નવા કૃષિ કાયદાઓ અંગે આંદોલન કરી રહ્યા છે, કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહેલી જોવા મળે છે.ત્યારે હવે ખેડૂતોએ 6 ફેબ્રુઆરીના રોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશભરના નેશનલ અને સ્ટેટ હાઇવે જામ કરવાની ઘઓષમઆ કરી છે.

આ સાથે જ દિલ્હીની સરહદો પર દેશભરમાંથી ખેડૂતોનું આગમન થઈ રહ્યું છે,ગણતંત્ર દિવસએ  થયેલી હિંસા પછી દિલ્હી પોલીસ પણ રાજધાનીમાં અનેક સુરક્ષામાં જોતરાઈ ચૂકી છે. કિસાન એકતા મોરચા સહિત 250 ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ એકાુન્ટ સામે ખઓટી અને ઉશ્કેરણીજનક ટ્વીટ-હેશટેગ કરવાના ઓરોપ લાગ્યા છે. ગૃહ મંત્રાલયે ત્રણેય સરહદો પર સુરક્ષાના ભાગરુપે ઇન્ટરનેટ સેવા બંધની મ ર્યાદા આજ સાંજ સુધી લંબાવી દીધી છે.

વિતેલા દિવસોમાં ટ્રેક્ટર પરેડમાં હિંસા થયા બાદ સરકારે સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દિધી હતી. હવે ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિક મંત્રાલયએ ટ્વિટરને 250 એકાઉન્ટ બ્લોક કરવાના નિર્દેશ પણ આપી દીધા છે,

હાલ સમગ્ર દિલ્હીની સીમાઓ પર કડક સુરક્ષા જોવા મળી રહી છે,ગાજીપુર બોર્ડર પર પોલીસે અનેક લેયરના બેરિકેડિંગ લગાવ્યા છે. રસ્તાઓ પર ખીલ્લાવાળી તાર પાથરવામાં આવી છે. ગાજીપુર તરફથી નેશનલ હાઈવ-9ને સીલ કરી દેવામાં આવ્યા છે.

સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ઈન્ટરનેટ બંધ છે, જેના કારણે લોકોને પૂરી સુચનાઓ મળી નથી રહી. યોગ્ય જાણકારીઓના અભાવથી અનેક અફવાઓ પણ ફેલાય શકે છે, જેનાથી આંદોલન નબળું પડી શકે છે. અહીં ઈન્ટરનેટ તાત્કાલિક શરૂ કરવાની માંગ ચાલી રહી છે, આ મામલે હવે ખેડૂતોએ આંદોલન ઉગ્ર બનાવ્યું છે, 6 તારીખે દેશના નેશનલ હાઈવે જામ કરવાની જાહેરાત કરી દીધી છે.

સાહિન-