ચોમાસાની સીઝન દરમિયાન જ શાકભાજીમાં લાગતાં કંટોલાનો ભાવ પ્રતિ કિલો 150 થી 200 નો હોવા છતાં કંટોલાની માંગમાં વધારો થયો છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાનાં કઠવાકુવા ગામનાં ખેડૂત 10 વર્ષ થી કંટોલાની ખેતી કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે.
છોટા ઉદેપુર જીલ્લાનાં જેતપુર પાવી તાલુકા કઠવાકૂવા ગામનાં મોહનભાઈ રાઠવા 10 વર્ષ પહેલાંની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કરજણ વિસ્તારમાં ખેત મજુરી કામ કરવાં ગયાં હતાં, જયાં તેઓએ કાંટોલાની ખેતી કરતાં હતાં. થોડા વર્ષ મજુરી કામ કરી પોતાનાં ખેતરમાં કંટોલાની ખેતીની શરૂઆત કરી હતી. આ સિઝન દરમિયાન 80 હજાર થી 1 લાખ રૂપિયાની આવાક મેળવતાં તેઓ પાકું મકાન પણ બનાવ્યું છે.
ચોમાસાની સીઝન દરમિયાન જ શાકભાજીમાં મળતાં કંટોલાનું શાક ગુણકારી અને સ્વાદિષ્ટ હોવાના લઇને મોંઘા ભાવે મળતાં કંટોલાનું શાક ખાવાનો મોકો ગુમાવતા નથી.