ગુજરાતમાં ખેડૂતો ભયભીત છેઃ રાકેશ ટિકૈત
અમદાવાદઃ સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે. ગુજરાતમાં ખેડૂતો ભયભીત છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન કરવામાં આવશે. ખેડૂત આગેવાનના આવા નિવેદનથી ગુજરાતની રાજકારણ ગરમાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસના પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે. ગુજરાતમાં પણ ખેડૂતો ભયભીત છે. આગામી એકાદ-બે મહિનામાં સરકાર ખેડૂતોની માંગણી સ્વિકારી લીધી છે. કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત લેશે તેમજ બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત ભયમાં છે અને ગુજરાતના ખેડૂતોને દબાવવામાં આવે છે”. તેમણે કહ્યું કે “ખેડૂતો માટે હરહંમેશ અવાજ ઉઠાવીશું” અને “ગાંધીનગરમાં દિલ્લી જેવી સ્થિતિ ઉભી કરવી પડશે. ગુજરાતમાં સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું છે. સરદાર પટેલના નામનું સ્ટેડિયમ ગુજરાતમાં ના હોય તો શું પાકિસ્તાનમાં હોય. અમારા ગામમાં પણ સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી છે. અમને તો ચિંતા છે કે, આગામી દિવસોમાં સાબરમતી આશ્રમનું પણ નામ બદલી નાખવામાં આવશે. તેમજ દસ્તાવેજમાં પણ ગડબડ કરવામાં આવે તેવી શકયતા છે.