લાલ મરચાની આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાગી લાઈન
- લાલ મરચાંની મોટા પ્રમાણમાં આવક શરૂ
- યાર્ડમાં બંને તરફ લાગુ લાંબી લાઈનો
- મોટી સંખ્યામાં ખેડૂત મરચાં વહેંચવા પહોંચ્યા
ગોંડલ: દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલના મરચાની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ છે અને મોટા પ્રમાણ માં મરચાની આવક થઇ છે. યાર્ડની બંને તરફ લાલ મરચાં ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી છે. આવક શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂત મરચાં વહેંચવા પહોંચ્યા હતા.
ખેડૂતો આ બાબતે કહે છે કે આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે સારુ વાતાવરણ રહેતા પાક સારા પ્રમાણમાં થયો છે. આ વખતે મરચાનો પણ ભાવ યોગ્ય કરતા પણ સારો મળે તેવી આશાઓ બંધાઈ છે. આ ઉપરાંત અન્ય પાકનું પણ વેંચાણ હાલ ચાલી રહ્યું છે. ખેડૂતો દ્વારા મરચાની સાથે અન્ય પાકનું પણ અત્યારે વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલ હવે થોડા દિવસોમાં ખેડૂતો દ્વારા નવા પાકની શરૂઆત કરવામાં આવશે.