ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા,સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું
- કોરોનાના કહેર વચ્ચે વધુ એક મુસીબત
- સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠું પડ્યું
- ખેડૂતોની ચિંતામાં થયો વધારો
સાવરકુંડલા: હવામાન વિભાગની આગામી મુજબ અમરેલી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અમરેલીના સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અને અષાઢી માહોલ જેવો વરસાદ વરસતા ખેડૂતોનાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
આમ, અમરેલીના રાજુલા ,જાફરાબાદ, ધારી, લાઠી,બાબરા સહિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું..તો બાબરના ગરણી, પાંનસડા નડાળા, વડિયા સહિતનાં ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,કોરોનાને કારણે કોઈ પણ સમયે ખેતીવાડી બજાર એપીએમસીની કામગીરીનો સમય બદલાતો રહેતો હોય છે, સાથે લોકોની લાંબી કતાર પણ લાગેલી હોય છે. આવામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેના કારણે ઠંડીનો પારો ગગડ્યો છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
આ પ્રકારની નાની-મોટી સમસ્યાને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કૂદરતી મારના કારણે વધારે આર્થિક નુક્સાન જવાની પણ સંભાવના છે.