- વરસાદ વગર ખેડૂત થયો હેરાન-પરેશાન
- ખેતરમાં રહેલા પાક સુકાઈ ગયા
- ખેડૂતોને સરકારી બાબુઓની મદદની આશા
સૌરાષ્ટ્રમાં ફરીવાર વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી કરેલા પાક પાણી વગર સુકાવા લાગતા ખેડૂતોની હાલત કફોડી બની છે.. ચાલુ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકોની વાવણી કરી નાખી હતી. સૌરાષ્ટ્રમાં ખેતીના પાકને બચાવવા માટે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્રના ખેડૂતોને પાઇપલાઇન મારફતે આપવામાં આવે તો ઘઉં, તુવેર સોયાબીન, સહિતના પાકોને નુકશાન થતું અટકે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 30 ટકા પાણીનો જથ્થો રાખવાની વાત કરી હતી. પરંતુ હાલ પાણી વગર ઘઉં, તુવેર ,સોયાબીન અને કપાસના પાકને જો સમયસર પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
જો કે જાણકારો દ્વારા આગાહી તો કરવામાં આવી હતી કે ફરીવાર વરસાદ પડી શકે છે અને તેનાથી ખેડૂતોને મોટાપાયો રાહત થઈ શકે તેમ છે. પણ ખેડૂતોનું નસીબ થોડુ પાછુ પડતા હવે વરસાદ પણ પાછો ખેંચાયો છે અને પાક નિષ્ફળ જવાની સંભાવના વધી રહી છે.