1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ
ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

0
Social Share

ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકની હજારો એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવાની સરકારની હિલચાલ સામે 12 ગામના ખેડુતોએ વિરોધ કર્યો છે.  જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે, અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત કરી ખેડૂતોની આજીવિકાનું એકમાત્ર માધ્યમ છીનવી લેવાનો કારસો સરકારે ઘડ્યો હોય જેને 12 થી વધુ ગામનાં ખેડૂતો દ્વારા વિરોધ કરી ખેતી લાયક જમીનો ઉદ્યોગ માટે ન ફાળવવા રજૂઆત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં પ્રવેશતાં ખંભાતની ખાડીને અડીને આવેલી લાખો એકર જમીન ભાલ પંથક તરીકે ઓળખાય છે. રાજાશાહી કાળમાં ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરના ગામ “વળા” બંદર તરીકે પ્રખ્યાત હતું પરંતુ કાળ ક્રમે દરિયો દૂર થતાં સમય પસાર થતાં દરિયાએ છોડેલી જમીનો પૈકી કેટલોક હિસ્સો ફળદ્રુપ બનાવા સાથે ખેતી માટે યોગ્ય બનતાં આ જમીનનો ઉપયોગ આજે હજારો ખેડૂતોનો જીવન જીવવાનો આધાર બની છે. ભાલની જમીનના એક મોટા ભાગ પર મીઠાનો ઉદ્યોગ ધમધમે છે. જ્યારે બીજા ભાગ પર ખેતીલાયક જમીન પર કબ્જો કરી ઉદ્યોગો સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે. જિલ્લાના ભાલ પંથકમાં આવેલા 12 ગામથી વધુ ગામોની જમીનોને ઉદ્યોગકારોને ભેટ ધરી ખેતી બરબાદ કરી ખેડૂતોની  આજીવિકાના એકમાત્ર માધ્યમને પણ હડપ કરી લેવાનો કારસો સરકારે ઘડ્યો છે. હાલમાં સેંકડો એકર જમીન પર ઉદ્યોગ સ્થાપવા સરકાર તલપાપડ બની છે અને એ માટે કાર્યવાહી પણ શરૂ કરી છે આ વાતનો વિરોધ ભાલના ગ્રામજનો કરી રહ્યાં છે.

ભાલ પંથકના 12 ગામોના ખેડુતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને  રજૂઆત કરી હતી કે ભાલની જમીનોમાં વર્ષોથી થઈ રહેલા દબાણોને કારણે ખેતી લાયક જમીનો બરબાદ થઈ રહી છે, ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો થવો, દરિયાના પાણી ફરી વળવા, ખેત ફસલ બરબાદ થવી, એ સાથે આ વિસ્તારમાં વૈશ્વિક સંપદા તથા દુર્લભ જીવસૃષ્ટિની ધરોહર કાળીયાર પ્રાણીઓના અસ્તિત્વનો ખતરો તોળાઈ રહ્યો છે ઉપરાંત સરકાર ઉદ્યોગ માટે  જમીન ફાળવશે તો આ વિસ્તારના ખેડુતો બરબાદ થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code