1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર દિવસે વીજળી અપાશે, જંગલ વિસ્તારના ખેડુતોને પ્રથમ લાભ મળશે
ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર દિવસે વીજળી અપાશે, જંગલ વિસ્તારના ખેડુતોને પ્રથમ લાભ મળશે

ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર દિવસે વીજળી અપાશે, જંગલ વિસ્તારના ખેડુતોને પ્રથમ લાભ મળશે

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હાલ રવિ સીઝનમાં ખેડુતોને દિવસે વીજળી મળતી ન હોવાથી કડકડતી ઠંડીમાં રાતના ઉજાગરા કરવા પડે છે. સરકારે અગાઉ ખેડુતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. ત્યારે કડકડતી ઠંડીમાં પણ જગતના તાતે રાત્રિના પાણી વાળવા મજબૂર થવું પડે છે. જેથી આવા વિસ્તારોમાંના ખેડૂતોની માંગ હતી કે સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઈટ (વીજળી) આપવામાં આવે. આ સમસ્યા અંગે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું, કે, રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળશે. જંગલ વિસ્તારમાં જંગલી પશુઓનો વધારે ડર રહેતો હોય છે. તેથી જંગલ વિસ્તારને પ્રાધન્ય અપાશે અને ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.

કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે વીજળી માટે ખેતર જવુ પડે છે. ખેડૂતોની આ સમસ્યાનો હવે અંત આવશે. આ સમસ્યા અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે,  રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળશે. જંગલ વિસ્તારમાં જંગલી પશુઓને વધારે ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.

રાજ્યના કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે, રવિ સીઝનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. જંગલ વિસ્તારમાં જંગલી જનાવરનો પણ ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતાન અનેક જિલ્લાના ખેડૂતોને દિવસે પાણી ન મળતું હોવાથી રાત્રિ દરમિયાન ખેતરમાં પિયત કરવા જવું પડે છે. અને આ કડકડતી ઠંડીમાં ખેડૂત માટે પિયત કરવું એ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે પરંતુ જગતનો તાત પોતાના પરિવારનું ગુજરાન ચલાલવા માટે જીવનાં જોખમે રાત્રી દરમિયાન પિયત કરવા મજબુર બન્યો છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code