સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લો અને તેના તાલુકા મથકોએ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ નથી. અને ખેતી ઉપર આ જિલ્લો નિર્ભર છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કેનાલ મારફતે પાણી અપાતુ નથી અને છેલ્લા 11 વર્ષથી કોરીકટ કેનાલ પડી છે. અને આ કેનાલમાં પાણી ન આવવા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પણ સરકાર દ્વારા પાણીનો આપવામાં આવતા વઢવાણ તાલુકાના ખારવા ગામના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.
ખેરગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો કેનાલમાં એક સપ્તાહમાં પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરાશે. હાલમાં શિયાળુ વાવેતર મોટા પ્રમાણમાં થઈ ગયું છે. અને હાલમાં પાણીની જરૂરિયાત હોવા છતાં પણ કેનાલો કોરીકટ પડી છે. અને પાણી હોવા છતાં પણ પાણી ન આપવામાં આવતા હાલમાં ખેડૂતોમાં અસંતોષ ઊભો થયો છે. અને હાલમાં ખારવા ગામના ખેડૂતો સહિત મોટી માત્રામાં ખેડૂતોએ કેનાલમાં ઉતરી અને પાણી પ્રશ્ને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને છેલ્લા 11 વર્ષથી કોરીકટ કેનાલ પડી છે. અને આ કેનાલમાં પાણી ન આવવા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પણ સરકાર દ્વારા પાણીનો આપવામાં આવતા વઢવાણ તાલુકાના ખારવા ગામના ખેડૂતોએ અન્યાય કરી રહી છે.