Site icon Revoi.in

રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડુતોને 10 કલાક વીજળી મળશે

Social Share

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.

ગુજરાતમાં રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર  જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોની માગના આધારે સરકારે નિર્ણય લીધો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે. મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માગ ઉઠી હતી. જ્યાંથી માગ આવશે એ વિસ્તારોમાં સરકાર વીજળી આપવાનો સમય વધારશે.

સૂત્રોના કહેવા મુજબ, રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો મળતો ન હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ ગુજરાતના ખેડૂતો દ્વારા વીજળીના કલાકોમાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી. આ માંગની રજૂઆતને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્રમાં હાલ મગફળીનું વાવેતર જે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યા વધુ વીજ પૂરવઠો આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સરકારના આ નિર્ણયથી હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લા પૂરતો 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરાઈ છે.