Site icon Revoi.in

વાવના દેથળી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડુતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યાં

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ  કર્યો હતો.  કે, અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈને  ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવની દેથળી માઇનોર 2 કેનાલમાં પાણી ઓવર ફ્લો થતાં ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતુ.  કહેવાય છે કે, નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ ઓવરફ્લો થઈ  હતી. અને ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું.  વાવ તાલુકામાં કેનાલો ઓવરફ્લો થવાની અને કેનાલોમાં ગાબડાં પડવાની અવારમવાર ફરિયાદો ઊઠતી હોય છે. તાજેતરમાં જ વાવ તાલુકાના ચોથાનેસડા ગામની માઇનોર 3માં મધરાતે અંદાજે 30 ફૂટ જેટલું ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યા હતા. તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો. જેમાં ખેડૂત દ્વારા સત્વરે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી.

ખેડુતોના કહેવા મુજબ, વાવની દેથળી માઇનોર 2 કેનાલમાં પાણી ઓવર ફ્લો થતાં ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતુ. ઘણીવાર વધુ પાણી છોડવામાં આવે છે. તે ઘણીવાર કેનાલોમાં પાણી છોડવામાં આવતુ જ નથી.  પાણી ન છોડવામાં આવે તો મહિનો છોડવામાં આવતું નથી.  કેનાલમાં  એક નાળુ આવે છે. નાળામાં કચરો ભરાઈ ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કચરો સાફ કરવામાં આવ્યો નથી અને નાળુ પણ ઘણું નાનું છે તે પણ થોડું મોટુ બનાવે જેથી કેનાલ ઓવરફ્લો થવાની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તેમ છે.