પાટણ: ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચોળો જોવા મળી રહ્યો છે. એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો ચિંચિત બન્યા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતો નથી.
ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકનું વાવેતર કર્યું હતુ. અને સતત ભેજ વાળા વાતાવરણને લઇ એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો પાક વાવણીને લઇ ચિંતામાં મુકાયા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ થતો નથી.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી ઘણી આશાઓ સાથે 2300 હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર કર્યું છે. જૂન, જુલાઈમાં સારો વરસાદ થયો જેને લઇ પાક સારો થશે તેવી આશાઓ બંધાઈ, પણ ઓગસ્ટ મહિનાના 15 દિવસ વીતી ગયા છતાં મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. જેને લઇ ભેજનું પ્રમાણ વધતા નાયતા, વાયડ, ઉદરા, અબલુવા વાગડોદ સહિત ગામોમાં એરંડાના પાકમાં પીળી ઈયળનો રોગચાળો આવવા લાગ્યો છે. જેને લઇ હવે ખેડૂતો ચિંતાતુર બનવા પામ્યા છૅ. ખેતરમાં એરંડાના પાકમાં પીળી ઈયળ પાન કોરી રહી છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ થતો નથી.