ધોરાજી વિસ્તારમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા
ધોરાજીઃ રાજકોટ જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સમયાંતરના વરસાદને કારણે જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક સારોએવો ફાલ્યો છે. અને સારી ફસલને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ બ્નયા છે. ત્યારે જિલ્લામાં અને ખાસ કરીને ધોરાજી તાલુકામાં મગફળીના પાકમાં મુંડીયા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા છે. દવાનો છંટકાવ કરવા છતાં જીવાંતનો નાશ થયો નથી. આથી ખેડુતોને મોંમાં આવેલો કોળીયો છાનવાઈ જવાની ભીતી લાગી છે.
ધારાજી તાલુકામાં સારા વરસાદને લીધે ખેડૂતોએ મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને સારી ઉપજની રાહમાં હતા. ત્યાં જ મગફળીના પાકમાં મુંડા જીવાતના એટેકથી ફરી એક વાર ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આફતો સામે લાચાર ખેડૂતોએ ભારે નુકસાન વેંઠ્યુ છે. ત્યારે આ વર્ષે પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. પરંતુ મગફળીના પાક પર મુંડા જીવાતના એટેકે ખેડૂતોની ખુશી છીનવી લીધી છે. મુંડા જીવાતે મગફળીની વૃદ્ધિ અટકાવી દીધી છે. વીઘા દીઠ દસથી બાર હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતો માટે હાલ પોતાનો મગફળીનો પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. એક વીઘાએ દર વર્ષે જેટલો ઉતારો આવો જોઈએ એટલો ઉતારો મુંડા જીવાતના કારણે આ વખતે આવશે નહીં. જેને કારણે ખેડૂતોને મગફળીના પાકમા ભારે નુકસાની વેઠવાનો વારો આવશે. ખેડૂતોની દયનીય સ્થિતિને જોતા પીપળીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાતે પણ ખેડૂતોને મુંડા જીવાતથી પોતાના પાકને બચાવવા માટે જરૂરી સૂચન કર્યા હતા.