Site icon Revoi.in

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે ભારત સરકારને સલાહ આપી છે. 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ઘાટીમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ફરી એકવાર પાકિસ્તાન સાથે વાતચીતની વકાલત કરી છે. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, પાડોશી (પાકિસ્તાન) સતત ગતિવિધિઓ કરી રહ્યું છે, આવી સ્થિતિમાં તમારે અન્ય પદ્ધતિઓ પર પણ વિચાર કરવો જોઈએ. વાતચીત વિના સમસ્યા ઉકેલાશે નહીં. ફારુક અબ્દુલ્લાએ કહ્યું, કાશ્મીરમાં તાજેતરમાં સતત ઘટનાઓ બની રહી છે. આ ખૂબ જ દુઃખદ છે અને અમે તેની નિંદા કરીએ છીએ. આમાં નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. આજે સતત લશ્કરી કાર્યવાહી થઈ રહી છે, તેનું પરિણામ શું છે? તમે રશિયા અને યુક્રેનમાં જુઓ, ત્યાં લડાઈ દ્વારા શું પ્રાપ્ત થયું.

ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, પાડોશી (પાકિસ્તાન) સતત ગતિવિધિઓ કરી રહ્યું છે. તેથી તમારે અન્ય પદ્ધતિઓ પણ ધ્યાનમાં લેવી જોઈએ. વાતચીત વિના સમસ્યા ઉકેલાશે નહીં. તમે મોટા ભાઈ છો, તમારે મોટા દિલથી વાત કરવી જોઈએ. તેણે તેનાથી (આતંક) છુટકારો મેળવવો પડશે.