આંખોને આકર્ષક બનાવવા માટે લેન્સ પહેરવાની ફેશનનો વઘતો ક્રેઝ, સ્કિન ટોન પ્રમાણે કરો લેન્સની પસંદગી
આજકાલ દરેક યુવતીઓ કે સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે આકર્ષક અને સુંદર દેખાઈ આ માટે તે મેકઅપથી લઈને અવનવા ઓરનામેન્ટ્સ અને કપડા કેરી કરે છે,પરંતુ હવેના સમયમાં સ્ત્રીઓ પોતાની આંખોને સુંદર આકર્ષક દેખાડવા માટે કલરીન લેન્સ પહેરતી થઈ છે એક વાત એ પણ સત્ય છે કે લેન્સ આંખોને નુકશાન કરે છે પરંતુ આ ફેશનના દોરમાં સૌ કોઈને લેન્સ પહેરવું ગમે છે એટલે વાર તહેવાર હોય કે કોઈ સ્પેશિયલ ઓકેશન હોય ત્યારે પોતાની સ્કિનને શૂટ થાય તે રીતે સ્ત્રીઓ લેન્સ પહેર છે.
આજકાલ યુવતીઓમાં બ્રાઉન અને ગ્રે રંગના લેન્સનો ક્રેઝ વઘતો જઈ રહ્યો છએ જે લોકોની સ્કિન ફેર છે તે લોકો આ બે રંગના લેન્સને પ્રાઘાન્ય આપે છે.
જો હવે ઘઉવર્ણ રંગ ઘરાવતી યુવતીઓની વાત કરીએ તો આ લોકો કોફી, લાઈટ બ્રાઉન અને સ્કિન કલરના રંગના લેન્સની પસંદગી કરે છે કારણ તે તે લોકોના સ્કિન ટોન પ્રમાણે આ રંગ તેમને શૂટ થાય છે
કપડા સાથે મેચિંગ લેન્સનો પણ યુવતીઓમાં ક્રેઝ વધ્યો છે,જેમ કે લાઈટ બ્લૂ , સ્કાઈ બ્લૂ જેવા રંગોના કપડા સાથે યુવતીઓ આ પ્રકારના લેન્સની પસંદગી કરે છે જે તેમને શબટેબલ પણ હોય છે.
આ સાથે જ જે લોકોને ચશ્માના નંબર છે તેઓ શોખ માટે નહી પરંતુ ઓકેશનમાં ચશ્મા ન પહેરવા પડે તે માટે લેન્સ પહેરતા હોય છે અને મોટાભાગના નંબર ઘરાવતા લોકો લેન્સમાં સિમ્પલ આઈઝનો જ કલર પસંદ કરે છે એટલે કે બ્લેક રંગના જ લેન્સની પસંદગી કરતા હોય છે.