- યુવતીઓની પસંદ બન્યા હેરબેન્ડ
- વાળ ખુલ્લા રાખીને હેર બેન્ડ લગાવવાથઈ આકર્ષક દેખાવ મળે છે
યુવતીઓ પોતાની પર્સનાલિટીને લઈને હંમેશા સજાગ રહે છે માર્કેટમાં જે પણ નવી ફેશન આવે છે તેને ફોલો કરે છે,જો હેરસ્ટાઈલની વાત કરવામાં આવે તો આજકાલ યુવતીઓમાં હેરબેન્ડની ફેશને રંગ જમાવ્યો છે, હેર રિંગ હોય કે બેન્ડ હોય તમામ યુવતીઓની પસંદ બન્યા છે હેર બેન્ડનો ઉપયોગ વાળને સ્ટાઇલ કરવા માટે કરવામાં આવે છે. વર્ષોથી, તે ક્યારેક ટ્રેન્ડમાં આવ્યો અને ક્યારેક બહાર ગયો. પરંતુ આ દિવસોમાં ફરી એકવાર સેલિબ્રિટીઓએ આ હેર એસેસરીને ફેશન ટ્રેન્ડ તરીકે અપનાવી છે.
પહેલાના સમયમાં વાળમાં ફૂલો કે ગજરા નાખવામાં આવતા હતા. પરંતુ હવે બજારમાં એટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે કે જેને તમે તમારા વાળમાં લગાવીને તમારા ચહેરાનો દેખાવ સંપૂર્ણપણે બદલી શકો છો. આજકાલ યુવાનોમાં આવી જ એક લોકપ્રિય હેર બેન્ડ છે.
જો પહેલાની વાત કરીએ તો જો કે, 70 ના દાયકાથી હેર બેન્ડ એક લોકપ્રિય છે. મધુબાલા અને મીના કુમારીએ તેને ઘણી ફિલ્મોમાં પહેરેલી જોવા મળી હતી, પરંતુ તે સમયે તે ઘણી સામગ્રીમાં આવી ન હતી અને તેને ફેબ્રિકના વિશાળ હેર બેન્ડના રૂપમાં વાળ પર શણગારવામાં આવી હતી. પરંતુ બાદમાં શર્મિલા ટાગોર અને હેમા માલિનીએ તેને ફેશન ટ્રેન્ડમાં લઈ લીધી.
હવે માર્કેટમાં ફ્લાવર વાળઈ, પ્લાસ્ટિકની , રબર વાળી, કાપડ મટરિયલ્સમાં વગેરે હેરબેન્ડ ઉપલબ્ધ હોય છે એક નહી બે નહી અઠળક પેટર્ન વાળઈ વહેરબેન્ડ મળી રહી છે,હવે યુવતીઓ ફરી આ હેરબેન્ડ તરફ આકર્ષિત થઈ રહી છએ,પાર્ટી હોય કે ફરવા જવું હોય કે ઘરમાં વાળ ખુલ્લા રાખઈને ફરવું હોય એટલે હેરબેન્ડનો સહારો લે છે.