જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કપડાંની પેટર્ન સાથે તમારે તેના રંગો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે કપડાના રંગોનું ધ્યાન રાખશો તો તમારો લુક હંમેશા ક્લાસીક અને રોયલ દેખાશે.
હકીકતમાં કેટલાક રંગ એવા હોય છે, જે દેખાવામાં ઘણા ક્લાસીક લાગે છે અને તેને પહેરવાથી લુક ખૂબ જ રોયલ દેખાય છે. એવામાં તમે પણ રોયલ લુક અપનાવવા માંગો છો તો તમારા કલેક્શનમાં આ રંગોના કપડા જરૂર સામેલ કરો. આ તમને સુંદર દેખાવામાં મદદ કરશે.
રોયલ બ્લૂ
આ એક એવો રંગ છે, જે બધા લોકો પર સારો લોગે છે. આનો ટ્રેંન્ડ ક્યારેય જુનો થતો નથી. આ જ કારણ છે કે દરેક ને રોયલ બ્લૂ રંગના આઉટફિટ પસંદ આવે છે. જો તમારી પાસે આ રંગના કપડા નથી તો આજે જ તમારા કલેક્શનમાં સામેલ કરો.
નીલમણિ લીલો
લીલા રંગનો શેડ એકદમ ઘાટો હોય છે. મોટાભાગના લોકો આને લગ્ન પ્રસંગમાં પહેરવાનું પસંદ કરે છે. આ રંગ સાથે લાઈટ મેકઅપ પણ ક્લાસીક લાગે છે
જાંબલી
આજકાલ જાંબલીના ઘણા શેડ ટ્રેંન્ડમાં છે, પણ તમે આ રીતે ડીપ પર્પલ તમારા કલેક્શનમાં જરૂર સોમેલ કરો. આ તમને ક્લાસીક લુક આપવાનું કામ કરશે.
કાળો રંગ
જો વાત કરીએ કાળા રંગની તો આ કાળો રંગ તો સદાબહાર છે. તમે આને ઓફિસથી લઈ ક્લબ સુધીમાં પહેરીને ધમાલ મચાવી શકે છે.
સફેદ રંગ
ગમે તેટલા રંગીન કપડા પહેરી લો, પણ જો વાત સફ્દ રંગની આવે છે, તો તેનો લુક અલગ જ જોવા મળે છે. એવામાં તમે આ રંગના ઓછામાં ઓછું એક આઉટફિટ તમારા કલેક્શનમાં જરૂર સામેલ કરો.