- આજે રાતે 12 વાગ્યાથી ફાસ્ટેક ફરજિયાત
- ફાસ્ટેગ ન લગાવેલા વાહનોએ ભરવો પડશે દંડ
- ફાસ્ટેગની સમય મર્યાદામાં નહી થાય વધારો
દિલ્હીઃ-વિતેલા દિવસને રવિવારે કેન્દ્કર દ્રારા એક નિવેદન જાકરીકરવામાં આવ્યું હતું, અને ફાસ્ટેગ મામલે જાણકારી અપાઈ હતી, આ મુજબ સમગ્ર દશેભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ આજ રાતના 12 વાગ્યાથી ફરજિયાત થઈ જશે.આ સાથે જ હાલ સુધી જે કોઈ વાહનો પર ફાસ્ટેગ લગાવેલ નથી અને જો લગાવેલ છે તો તે કામ કરતું નથી ત્યારે આ પ્રકારના વાહનો પાસે બે ગણો દંડ વસુલ કરવામાં આવશે.
આ સમગ્ર મામલે મંત્રી નીતિન ગડકરીએ નાગપુર એરપોર્ટ પર જણાવ્યું હતું કે, ફાસ્ટેગથી ટોલ કલેક્શન લાગુ કરવા માટેની અંતિમ મુદત આગળ વધારવામાં આવશે નહીં. ફાસ્ટાગ અથવા નિષ્ક્રિય ફાસ્ટેગ વગરના વાહનોને દંડના નિયમ હેઠળ દંડ વસૂલવામાં આવશે. વાહન ચાલકોએ તરત જ ઇ-પેમેન્ટ સુવિધાનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.
જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર વાહનોની કેટેગરી પ્રમાણે દંડ પણ વસુલવામાં આવશે જે ટોલ ફી કરતા બમણો હોઇ શકે છે. આ પહેલા રવિવારે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતુ કે ફાસ્ટેગ લગાવવાની સમયમર્યાદાને હવે વધુ લંબાવવામાં નહીં આવે અને તે સોમવારની રાતથી જ દેશભરના ટોલ પ્લાઝા પર આ નિયમ લાગૂ કરી દેવામાં આવશે.
સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓએ પોતાના વાહનની ટોલ ફી ભરવા માટે આ ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવો જોઇએ. તેનાથી સામાન્ય નાગરિકોને ફાયદો થશે અને સમય પણ બચશે. ફાસ્ટેગ ટોલ પ્લાઝાઓ પર જે ચાર્જ લાગે છે તેની ભરપાઇ માટે ઇલેક્ટ્રોનિક સુવિધા પુરી પાડે છે.જેને વર્ષ 2016માં રજુ કરાયું હતું.
ત્યાર બાદ વિવિધ તબક્કાઓમાંથી પસાર થતાં, 1 ડિસેમ્બર, 2019 થી તમામ વાહનો માટે આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો. પરંતુ આ સમયમર્યાદામાં સતત વધારો થયો હતો. આ વખતે કેન્દ્ર સરકારે પહેલા જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરીથી ફઆસ્ટેગ ફરજિયાત બનશે, આ પછી વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી.જેને કારણે, ઘણા લોકો હજી પણ આ અંતિમ સમયગાળો વદવાની રાહ જોઈને બેસ્યા હતા.
સાહિન-