Site icon Revoi.in

સુરેન્દ્રનગરના 27 ગામોને સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે સિંચાઈના પાણી માટે 27 ગામોના લોકોએ આંદોલન શરૂ કર્યું છે. અને ગામના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલનનો રવિવારે બીજો દિવસ હતો. જેમાં આંદોલનના બીજા દિવસે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 27 ગામોમાં નર્મદાના નીર સૌની યોજના થકી આપવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર ખાતે સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલનનો રવિવારે બીજો દિવસ હતો. ખેડૂત વિકાસ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સરપંચો અને ગામના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં આંદોલનના બીજા દિવસે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.  ઉપવાસીઓ દ્વારા 11 દિવસના ઉપવાસ આંદોલનનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને જો 11 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં આંદોલનના બીજા દિવસે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલકોના 27 જેટલા ગામોના લોકો સિંચાઈના પાણી માટે માગ કરી રહ્યા છે.  નર્મદાની મુખ્ય કેનાલ બેકાંઠે વહેતી હોવાથી એમાંથી સૌની યોજના હેઠળ પાણી આપીને ગામોના તળાવો ભરવામાં આવે તો પાણીની મુશ્કેલી હલ થઈ શકે તેમ છે.