અમદાવાદ : શહેરના એરપોર્ટના ખાનગીકરણ બાદ પેસેન્જર માટે અલગ અલગ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. એરપોર્ટનો અલગ લુક પણ આપવામાં આવ્યો છે. કેટલાક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર આવતા વાહનોના પાર્કિંગ માટેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ પાર્કિંગ માટેના ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. એટલે ચાર્જ પ્રમાણે સુવિધા મળે તે પણ જરૂરી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટ ટેગ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ફાસ્ટ ટેગથી વાહનના નંબર સ્કેન કરવા માટે ટેકનોલોજી લગાવી દેવામાં આવી છે. ફાસ્ટ ટેગ માટે ટ્રાયલ પણ ચાલી રહ્યો છે.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર વાહન એન્ટ્રી થતા જ કેમેરા વાહનના નંબર રેકોર્ડ કરી લેશે. એક્ઝિટ થવા માટે 10 મિનિટ ફ્રી રહેશે અને 10 મિનિટ બાદ 30 મિનિટ સુધીના 90 રૂપિયા ચાર્જ થશે જે ટેગને સ્કેન થતા એકાઉન્ટ પે થઈ જશે. એરપોર્ટ પર આવતા તમામ માર્ગો પર પાર્કિંગ બુથની સાથે હવે અલગ અલગ જગ્યાએ હાઈફ્રીક્વન્સી વાળા 32 જેટલા ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન કેમેરા લગાવવાની સાથે 100થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પરના ટેક્નિકલ હેડના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર કેશલેશ સુવિધા શરૂ થવાની સાથે લોકોનો સમય બચશે અને પાર્કિંગ ચાર્જ ભરવા માટે લાઈનમાં ઉભા રહેવુ નહિ પડેશે.એરપોર્ટમાં એન્ટર થતા જ વાહનના ફાસ્ટ ટેગ કેમેરા રેકોર્ડ કરી લેશે. 10 મિનિટ ફી રહેશે અને ત્યાર બાદ જે ચાર્જ નક્કી કરેલો છે. એક્ઝિટ થતાં જ ફાસ્ટ ટેગમાંથી સ્કેન થઈ જશે.જો કે ફાસ્ટ ટેગ નથી તો કેશ પણ આપી શકશે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા વાહનો માટે 10 મિનિટ ફી આપવામાં આવી છે અને ત્યાર બાદ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જો કે અમદાવાદ એરપોર્ટ પર સાંજના સમયે ટ્રાફિક થાય છે.અને કેશ પેમેન્ટ ના કારણે વાહનોની લાંબી કતાર લાગે છે. 10 મિનિટ પહેલા એક્ઝિટ ગેટ પહોંચવા છતાં વાહનોની લાંબી કતારના કારણે વધુ સમય થાય છે. જેના કારણે કર્મચારીઓ અને વાહન માલિકો વચ્ચે રકઝક થાય છે.પરંતુ ફાસ્ટ ટેગના કારણે વાહનોની લાંબી કતારમાં ઉભા રહેવાથી છુટકારો મળશે.અને એક સારી સુવિધા ઉભી થશે.