- પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ પીકઅપ વાહન આવ્યું ઝપટે
- આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા
નવી દિલ્હીઃ નાઈજીરીયામાં બપોરે પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 48 થી વધુ લોકોના મોત થયા છે. નાઈજિરિયન અખબાર પ્રીમિયમ ટાઈમ્સ અનુસાર, ઉત્તર-મધ્ય નાઈજર રાજ્યમાં બિડા-અગાઈ-લાપાઈ હાઈવે પર બપોરે લગભગ 12:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. નાઇજર ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર જનરલ અબ્દલ્લાહ-બાબા-આરાએ આની પુષ્ટિ કરી હતી.
તેમણે કહ્યું કે, દુર્ઘટના સ્થળ રાજ્યના Egeyi સ્થાનિક સરકારી વિસ્તારમાં ડેન્ડો સમુદાયથી બે કિલોમીટર દૂર હતું. અબ્દુલ્લાહી-બાબા-આરાએ જણાવ્યું હતું કે લાગોસ જતા રસ્તે કાનો સ્ટેટના વુડીલે ખાતે પેટ્રોલ ભરેલ ટેન્કર મુસાફરો અને પશુઓથી ભરેલા ટ્રેલર ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો.
એક ક્રેન અને એક પીકઅપ વાન પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. તેમણે કહ્યું કે 48 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 50થી વધુ ગાય આગમાં ભડથું થઈ ગઈ હતી. ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે એજન્સીની ઝડપી પ્રતિસાદ ટીમ અને અન્ય સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન સમિતિઓ (LGEMCs) ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહો હજુ પણ ટ્રકની અંદર ફસાયેલા છે.